PM Interaction with CMs: COVID માટે વડાપ્રધાનએ કહ્યું જો નહી સમજો તો ભારે પડશે, રાજ્યોને આપ્યો નવો મંત્ર, ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકા પર ભાર મુકવા જણાવ્યું અપીલ

દેશમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરના ખતરાને લઈ લોકોમાં બીકનો માહોલ હજુ પણ બનેલો છે, ત્યારે આ વચ્ચે વડાપ્રધાન મોદી (Narendra Modi) તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળનાં મુખ્યપ્રધાન સાથે વાત કરતા ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાનો નવો મંત્ર આપ્યો હતો. તેમણે રાજ્ય સરકારોને ઉમટતી ભીડ સામે કડક હાથે કામ લેવા માટે જણાવ્યું.

કોરોનાની સ્થિતિ પર વાત કરતા મોદીએ કહ્યું કે રાજ્ય સરકારોએ સજાગ, સતર્ક અને સખ્ત થવાની જરૂર છે, બાકી તો જે રીતે જાહેર સ્થળ પર ભીડ ઉમટી રહી છે તે ત્રીજી લહેરને આમંત્રણ આપવા બરાબર છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોનાથી 85% મોત થયા તે આ 6 રાજ્ય જ છે અને ત્યાં સતત વધી રેહલા કેસ ચિંતાનું કારણ બની શકે છે.

આ પહેલા મંગળવારે પી એમ મોદીએ કોરોનાની સ્થિતિને લઈ પૂર્વોત્તરનાં રાજ્યનાં મુખ્યમંત્રિયો સાથે વિડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન પી એમ મોદીએ જણાવ્યું હતું કે બરાબર છે કે કોરોનાને લઈને પ્રવાસન, વેપાર-ધંધા ઘણા પ્રભાવિત થયા પરંતુ હિલ સ્ટેશન, માર્કેટમાં વગર માસ્કે ફરવું, મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરવી યોગ્ય નથી.

ત્રીજી લહેર તરફ દેશ આગળ વધી રહ્યો છે

દુનિયાભરમાં અનેક હિસ્સામાં કોરોના વાયરસ (Coronavirus)ની ત્રીજી લહેરે (Third Wave) દસ્તક દઈ દીધી છે. ભારત પણ હવે ધીરે ધીરે તે તરફ આગળ વધી રહ્યું છે. આને લઈને સરકાર સતત ચેતવણી આપી રહી છે. રાજ્ય સરકાર પણ દરેક રીતે તૈયારીમાં જોડાયેલી છે, તેને લઈને આજે પી એમ મોદી મહારાષ્ટ્ર, કેરળ અને અન્ય રાજ્યનાં મુખ્યપ્રધાન સાથે બેઠક કરીને સ્થિતિને તાગ મેળવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *