જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીએ તાજેતરમાં જ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અફઘાનિસ્તાન કવરેજ સાથે સંકળાયેલી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. આ દરમિયાન દાનિશ સિદ્દીકીના કાફલા પર અનેક વખત હુમલો થયો હતો અને તેમણે તેનો વીડિયો પણ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાનનો કંટ્રોલ આવતો દેખાઈ રહ્યો છે. આ કારણે જ હાલ અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં હિંસા ચાલી રહી છે. સમગ્ર વિશ્વના પત્રકારો અફઘાનિસ્તાનમાં ભેગા થયા છે અને ત્યાં ચાલી રહેલા સંઘર્ષને કવર કરી રહ્યા છે.
કોરોના કાળમાં શાનદાર કવરેજ
2018ના વર્ષમાં દાનિશ સિદ્દીકીનું Pulitzer Prize વડે સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ તેમને રોહિંગ્યા કેસમાં કવરેજ માટે મળ્યો હતો. દાનિશ સિદ્દીકીએ ટીવી જર્નાલિસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં તેઓ ફોટો જર્નાલિસ્ટ બની ગયા હતા. તાજેતરમાં દિલ્હી ખાતેની હિંસા, કોરોના વાયરસના સંકટ, લોકડાઉન, ઓક્સિજન સંકટ દરમિયાન દાનિશ સિદ્દીકી દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરો ખૂબ જ ચર્ચામાં આવી હતી. દાનિશ સિદ્દીકીની આ તસવીરોમાં દેશના વિવિધ ક્ષેત્રોનું દુખ દર્શાવાયું હતું.