મલ્ટિબેગર રીટર્ન શેરે આ વર્ષે તેમના રોકાણકારોને માલામાલ કર્યા છે. શેર્સમાં રોકાણકારોના નાણાં ટૂંકા સમયગાળામાં લગભગ બમણાં થઇ ગયા છે.
High Return Stocks 2021: કોરોના રોગચાળાની બીજી લહેર વચ્ચે ઘણી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો હતો પરંતુ IT શેરોએ આ સમયગાળા દરમિયાન જબરદસ્ત રિટર્ન આપ્યું છે. અમે તમને આવા 3 શેરો અંગેમાહિતી આપી રહ્યા છે જે મલ્ટિબેગર રીટર્ન આપનારા શેરે આ વર્ષે તેમના રોકાણકારોને માલામાલ કર્યા છે.
1. Happiest Minds Technologies( હેપ્પીએસ્ત માઈન્ડસ ટેકનોલોજીઝ)
આ કંપનીના શેરએ આ વર્ષે તેના રોકાણકારોને 307.93% ટકા કરતા વધુ વળતર આપ્યું છે. આ કંપનીનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે. 1 જાન્યુઆરી, 2021 ના રોજ આ કંપનીનો સ્ટોક પ્રતિ શેર 338 રૂપિયા હતો આજે તે શેર દીઠ 1,502.00 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. કંપનીની માર્કેટ કેપ 17.76 લાખ કરોડને પાર કરી ગઈ છે. જો તમે આ વર્ષની શરૂઆતમાં આ કંપનીમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમને 1479 શેર મળ્યા હશેજેના ભાવ 338 રૂપિયા હોવાનો અંદાજ રાખી શકાય. આ રોકાણની કિંમત આજની તારીખમાં 18 લાખ રૂપિયાથી વધુ આંકી શકાય તેમ છે.સ્ટોકની 52-અઠવાડિયાની ઉચ્ચતમ કિંમત 1,580.00રૂપિયા છે.
2. Subex Limited(સબેક્ષ લિમીટેડ)
બેંગ્લોર સ્થિત આ કંપનીએ આ વર્ષે જબરદસ્ત રિટર્ન આપ્યું છે. 1 જાન્યુઆરી, 2021 ના રોજ આ કંપનીનો સ્ટોક 28.85 રૂપિયા હતો જે આજે74.45 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. એટલે કે આ શેરએ ફક્ત 6 મહિનામાં 160% નું વળતર આપવામાં આવ્યું છે અને તેના રોકાણકારોના નાણાં બમણા થઈ ગયા છે. આજની તારીખમાં કંપનીની કુલ માર્કેટ કેપ 4 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. જો તમે આ કંપનીમાં 1 જાન્યુઆરી, 2021 ના રોજ 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેનું મૂલ્ય 13 લાખ રૂપિયા આંકી શકાય .
3. Brightcom Group(બ્રાઈટકોમ ગ્રુપ)
આ ડિજિટલ માર્કેટિંગ કંપનીનો સ્ટોક ફક્ત 6 મહિનામાં જબરદસ્ત ઉછળ્યો છે. 1 જાન્યુઆરીએ તેના શેરનો ભાવ પ્રતિ શેર 8.7 રૂપિયા હતો જ્યારે આજે તેનો શેર ભાવ શેર દીઠ 40 રૂપિયા છે. રોકાણની દ્રષ્ટિએ આ વર્ષે અત્યાર સુધીમાં 400% થી વધુનું રિટર્ન આપ્યું છે. જો તમે 1 જાન્યુઆરી 2021 ના રોજ આ કંપનીના શેરમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેમની કિંમત 18.67 લાખ રૂપિયા ગણી શકાય
નોંધ :- શેરમાં રોકાણ બજારના જોખમને આધીન છે . અહેવાલનો રોકાણથી નફા કે ખોટ સાથે કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પેહલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી