New Coke Zero: કોકા કોલાએ ટેસ્ટમાં કરી બદલાવની વાત, સોશિયલ મીડિયા માં જામી ચર્ચા

કંપનીએ પોતના ટ્વિટર એકાઉન્ટથી નવી ‘કોક ઝીરો’નું ટીઝર પણ રિલીઝ કર્યું છે.

New Coke Zero: સોફ્ટ ડ્રિંક નિર્માતા અને વિશ્વની જાણીતી કંપની કોકા કોલાએ 13 જુલાઈના રોજ ‘કોક ઝીરો’ નામથી માર્કેટમાં ઉપલબ્ધ પોતાના સોફ્ટ ડ્રિંકના ટેસ્ટમાં ફેરફારની વાત કહી હતી. કોકા કોલાનું આ ઝીરો સુગરવાળું ડ્રિંક છે. કંપનીની આ જાહેરાત બાદથી જ આ ડ્રિંકના દીવાના સોશિયલ મીડિયા પર ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો જ્યાં કોકના આ નવા ટેસ્ટની રાહ જોઈ રહ્યાની વાત કરી રહ્યા છે તો કેટલાક લોકો એવા પણ છે તેને કંપનાના આ નિર્ણયથી નિરાશા થઈ છે.

કોકા કોલાના અધિકારીઓએ મંગળવારે કહ્યું, “અમે કોક ઝીરોને વધારે સ્વાદિષ્ટ અને ફ્રેશનેશથી ભરપૂર રેસિપી તૈયારી કરી રહ્યા છે.” આ જ મહિને અમેરિકાના માર્કેટમાં તેને ઉતારવામાં આવશે અને ઓગસ્ટ સુધી વિશ્વભરમાં ઉપલબ્ધ થશે.

કંપનીએ પોતના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી નવી ‘કોક ઝીરો’નું ટીઝર પણ રિલીઝ કર્યું છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું, “નવું કેન, નવી ફોર્મ્યુલા. હાજર છે નવી અને પહેલાથી સારી કોક ઝીરો સુગર. હવે વધારે સ્વાદિષ્ટ. અત્યાર સુધીની બેસ્ટ કોક.”

સોશિયલ મીડિયા પર લોકોની આવી રહી છે પ્રતિક્રિયા

કંપનીની આ જાહેરાત બાદથી જ આ ડ્રિંકના દિવાના સોશિયલ મીડિયા પર પોતાની ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાઈલ્ડ ટેમ્પર નામના એક યૂઝરે લખ્યું, “પહેલાથી જાણકારી આપવા માટે આભાર. આ વાત સામે આવ્યા બાદથી જ અમે પહેલાથી ઉપલબ્ધ કોક ઝીરોનું હાલમાં ઉપલબ્ધ ડ્રિંકનો સ્ટોક કરી લીધો છે. આશા છે કે નવી કોકનો ટેસ્ટ આ નવા કેન જેટલો ખરાબ નહીં હોય. ડ્રિંકનો ટેસ્ટ બદલવાનું સમજાય પણ આ કેન શા માટે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *