SC અને ST સિવાય વસ્તી ગણતરીમાં અન્ય જ્ઞાતિ – જાતિઓ નહિ સામેલ

સરકારનો નીતિવિષયક નિર્ણય: ગૃહ રાજ્યપ્રધાન

સરકારે વસ્તી ગણતરીમાં એસસી (અનુસૂચિત જાતિ) અને એસટી (અનુસૂચિત જનજાતિ) સિવાય જ્ઞાાતિ પ્રમાણે ગણતરી નહિ કરવાનો જાતિવિષયક નિર્ણય કર્યો છે.

કેન્દ્રના ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે આજે લોકસભામાં આમ જણાવીને ઉમેર્યું કે બંધારણીય જોગવાઇઓ પ્રમાણે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં એસસી અને એસટી માટે વસ્તીના પ્રમાણમાં લગભગ પ્રમાણસર સંખ્યામાં બેઠકો અનામત રાખવામાં આવી છે.

વસ્તી ગણતરી – પત્રકમાં બંધારણ (અનુસૂચિત જાતિ) હુક્મ, 1950 પ્રમાણે જે જાતિઓ અને જનજાતિઓને વિશેષપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ રૂપે સૂચિત કરાઇ છે એમની ગણતરી કરાઇ છે. એમ રાયે ઉમેર્યું. મહારાષ્ટ્ર અને ઓડિશાની રાજ્ય સરકારોએ આગામી વસ્તી ગણતરીમાં જ્ઞાતિની વિગતો એકઠી કરવા માટે વિનંતી કરી છે.

ભારત સરકારે નીતિવિષયક મુદ્દારૂપે વસ્તી ગણતરીના કામમાં એસસી અને એસટી સિવાય જ્ઞાતિ પ્રમાણે વસ્તી ગણતરી નહિ કરવાનું નક્કી કર્યું છે, એમ મંત્રીએ એક લેખિત જવાબમાં જણાવ્યું. રાયે એક અન્ય પ્રશ્નોત્તરમાં કહ્યું કે કોરોનાનો રોગચાળો ફાટી નીકળવાથી વસ્તી ગણતરીની કાર્યવાહી મોકૂફ રખાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *