કંગના નો ઉકળાટ: બોલીવુડ ઇન્ડસ્ટ્રીને એટલે ગટર કહું છું, કોઈ પણ હિસાબે બોલીવુડને ઉઘાડું કરીશ.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પર કંગના રનૌતની પ્રતિક્રિયા

કંગનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને બોલીવુડને ગટર સાથે સરખાવ્યું.

હું મૂવી ઈન્ડસ્ટ્રીને ગટર કહું છું. દરેક ચમકતી ચીજ સોનુ હોતું નથી

થોડા વખતમાં ઈન્ડસ્ટ્રીઝને ખુલ્લી પાડીશ

કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને બોલીવુડને ગટર સાથે સરખાવ્યું. 

પોસ્ટમાં કંગનાએ લખ્યું કે તેથી હું મૂવી ઈન્ડસ્ટ્રીને ગટર કહું છું. દરેક ચમકતી ચીજ સોનુ હોતું નથી. તેણે કહ્યં હું અપકમિંગ પ્રોડક્શન ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં આ ઈન્ડ્સ્ટ્રીઝની ઘણી ખાનગી વાતો બહાર પાડવા જઈ રહ્યું છું. આપણે આ ક્રિએટીવ ઈન્ડસ્ટ્રીઝમાં એક મજબૂત મૂલ્ય સિદ્ધાંતની જરુરત છે અને સ્પષ્ટ રીતે એવું કંઈક કે જે નજર રાખી શકે.

કંગનાની ઉપરાંત પૂનમ પાંડે અને મીકાસિંહે પણ પ્રતિક્રિયા આપી. પૂનમે શિલ્પા શેટ્ટી અને તેના બાળકો પ્રત્યે સહાનુભૂતિ દાખવી તો મિકા સિંહે હજુ પણ માનવા તૈયાર નથી કે કુન્દ્રાએ આવું કંઈક કામ કર્યું હોય.

શું છે સમગ્ર મામલો 
થોડા સમય પહેલા વેબ સિરીઝના નામ પર અશ્લીલ ફિલ્મો બનાવવાના રેકેટનો ખુલાસો થયો હતો. જેમાં ગહના વશિષ્ઠનું નામ આવ્યું હતુ. આ મામલામાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે ગુજરાતના સુરતથી તનવીર હાશ્મીની ધરપકડ કરી હતી. તનવીર હાશ્મીએ પૂછપરછમાં જણાવ્યું કે, તે કેવી રીતે અલગ અલગ ફિલ્મોને વીડિયો ઍપ્સ પર ડાઉનલોડ કરવાનું કામ કરતો હતો. ઉમેશ કામત રાજ કુન્દ્રાની કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટર છે. તે સમયે ચર્ચામાં આવ્યો હતો કે વેબ સિરીઝના નામ પર પોર્ન સિરીઝ બનાવવાનું આ રેકેટ મુંબઇથી ગુજરાત અને દેશ વિદેશ સુધી ફેલાયેલું છે. સોમવારે જ શિલ્પાના પતિને ક્રાઇમ બ્રાંચ તરફથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *