મહારાષ્ટ્ર (Maharashtra)માં વધતા વરસાદના લીધે ઘણા નીચાણવાળા વિસ્તારો તેમજ શહેરોના અન્ય ભાગો માં પણ પાણી ભરાયા છે. કેટલાય વિસ્તારો માં પુરની શક્યતા ઓ વર્તાય રહી છે. સ્થિતિ નો તાગ મેળવવા ગુરુવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ કોંકણ વિસ્તારમાં આવેલા પૂરનું પરિક્ષણ કર્યું હતું. તેમજ તેઓ એ જે તે જિલ્લાના અધિકારીઓ સાથે વાત પણ કરી હતી. આ ઉપરાંત પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરવા વધારાની બોટ અને હેલિકોપ્ટરની સહાય લેવાનું પણ કહ્યું હતું.
એકધારાવરસાદને કારણે રત્નાગીરી ના કેટલાક ભાગો પાણીમાં ડૂબી ગયા છે. બચાવ કાર્ય માટે એનડીઆરએફની વધુ બે ટીમો ખડી કરવામાં આવી છે. એનડીઆરએફ દ્વારા જણાવવાંમાં આવ્યું હતું કે એક ટીમ ખેડ, રત્નાગિરિ અને બીજી ટીમ પુનાથી મહાડ, રાયગઢમાં તૈનાત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ તાત્કાલિક ધોરણે મીટીંગ રાખી હતી. તેમાં છેલ્લા 24 કલાકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રત્નાગિરિ, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લામાં ઉભી થયેલી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.
ઉદ્ધવજી એ જિલ્લા અધિકારી અને ડીવીઝનલ કમિશનર સાથે વાટાઘાટો કરી હતી. આ સિવાય તેમણે ત્રણેય જિલ્લાઓના ગાર્ડીયન મીનીસ્ટરો સાથે પણ વાત કરી હતી તેમજ ઈમરજન્સી વિભાગને થઈ શકે એવી તમામ મદદ પૂરી પાડવાનું પણ કહ્યું હતું.