અરૂણાચલ RTO નુ કૌભાંડ: બનાવી 200 ફરજી આર. સી બુક

દરેક આરસીબુક પર રૂ.70 હજાર વસૂલાતા હતા : રાજકોટની SOG ઇટાનગર જશે : સુરતનો એક આરોપી લેવાયો રિમાન્ડ પર

 

અરૂણાચલ પ્રદેશ કે જેની રાજધાની છે ઈટાનગર, ત્યાના ડિસ્ટ્રીકટ ટ્રાન્સપોર્ટ ઓફિસર રેમર ગેબએ 200 જેટલી ખાનગી બસ કે જે ખરેખર હતી જ નહીં, તેની પોતાની જ કચેરીમાંથી આરસી બુક બનાવી, પ્રત્યેક આરસી બુક દીઠ 70 હજાર વસુલી ગુજરાતમાં વેચી કરોડોનું કૌભાંડ કર્યું જે હમણાં સામે આવ્યું છે. જેની રાજકોટ એસઓજીની ટીમ ટુંક સમયમાં તપાસ તેેેેમજ તેને પકડવા અરૂણાચલ પ્રદેશ જશે.

સૌરાષ્ટ્ર રાજકોટનાં ટ્રાવેલ્સ સંચાલક ભોલુગીરી ગોસ્વામીએ રાજકોટ અને અમદાવાદ એમ બે જગ્યાની બેંક ઉપરાંત ફાયનાન્સ પેઢીમાં 28 લકઝરી બસ કે જેનું અસ્તિત્વ જ  ન હતું, તેના નામની આરસી બુક અને બોગસ વિમા પોલીસીના આધારે ચાર કરોડથી વધુની લોન લઈ પચાવી ગયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં એસઓજીએ તેની ધરપકડ કરતા તેણે સુરતના ઈર્શાદ કાળુ પઠાણ પાસેથી આરસી બુક મેળવ્યાની કબુલાત કરી.

એસઓજીએ તેની પણ ધરપકડ કરી તો તેણે ભુમેશ રસીકલાલ શાહ(ઉ.વ.49, રહે. ડી-702, મીલેનીયમ, હની રોડ, સુરત, મુળ રહે.તગડી, તા.ધંધુકા)નું નામ આપ્યું હતું. ભુમેશ હાલ આ જ કૌભાંડ અંગે સુરતમાં પણ નોંધાયેલા ગુનામાં જેલમાં હોવાથી ત્યાંથી એસઓજીએ તેનો કબ્જો મેળવી આજે કોર્ટમાં રજુ કરી તા.30 મી સુધીના રીમાન્ડ પર રાખ્ય  છે.

વધુ તપાસ મા તેણે જણાવ્યું કે તે જે નામની કહે તે નામની આરસી બુક તેને રેમર ગેબએ આપવાનું શરૂ કર્યું હતું. આ માટે તે જે બસના માલીક હોય તેનું રેસીડન્સ ઈટાનગરમાં બતાવી તેના નામની અને બોગસ એન્જીન અને ચેસીસ નંબર લખેલી આરસી બુક રીન્યુ કરવા લાગ્યો હતો.

ત્યારબાદ ભુમેશ આ આરસી બુક રાજકોટ, અમદાવાદ, સુરતના ચીટરોને પહોંચતી કરી દેતો. ચીટરો બાદમાં આ આરસી બુકના આધારે બેંક કે ફાયનાન્સ કંપનીમાંથી લોન લઈ પચાવી જતા હતા. આજ સુધી તેણે રેમર ગેબ પાસેથી આવી ર00 આરસી બુક મેળવી ગુજરાતમાં વેચી નાખ્યાની કબુલાત આપી છે. જે અંગેની રાજકોટ ઉપરાંત સુરતની પોલીસે ગુનાની કલમ દાખલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *