વેઇટ લિફ્ટિંગના ઇતિહાસમાં ભારતના નામે આ બીજો મેડલ છે. આ પહેલા સિડની ઓલિમ્પિક (2000)માં ભારતને મેડલ મળ્યો હતો. આ મેડલ કર્ણમ મલ્લેશ્વરીએ અપાવ્યો હતો.
Tokyo Olympics 2020: ભારતે સિલ્વર મેડલ (India Silver Medal) સાથે ઓપનિંગ ખાતું ખોલાવ્યું છે. દેશની વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. મહિલા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49(kg) કિલોગ્રામ વર્ગમાં આ પ્રથમ મેડલ જીત્યો છે. વેઇટલિફ્ટિંગના ઇતિહાસમાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલા સિડની ઓલિમ્પિક (2000)માં ભારતને મેડલ મળ્યો હતો. આ મેડલ કર્ણમ મલ્લેશ્વરીએ અપાવ્યો હતો. મીરાબાઈ ચાનૂ એવી પ્રથમ ભારતીય વેઇટ લિફ્ટર છે કે જેને ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હોય.
મીરાબાઈએ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 84 કિલોગ્રામ અને બીજા પ્રયામાં 87 કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. જોકે, ત્રીજા પ્રયાસમાં તેણી 89 કિલોગ્રામ વજન ઊંચકવામાં નિષ્ફળ રહી હતી. 94 કિલોગ્રામ વજન સાથે ચીનની વેઇટ લિફ્ટર ઝિહૂ પ્રથમ નંબર પર રહી હતી, જે ઓલિમ્પિકનો રેકોર્ડ છે.