સપ્ટેમ્બર સુધીમાં ભારત માં બાળકોનું વેક્સિનેશન શરૂ થવાની શકયાતાઓ છે. AIIMSના પ્રમુખ ડૉ રણદીપ ગુલેરિયાએ આજે સવારે જણાવ્યું હતું કે આ કોરોનાના સંક્રમણની ચેઇન ભાંગવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે. બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સિનનાં પરીક્ષણો ચાલી રહ્યાં છે અને એનાં પરિણામો સપ્ટેમ્બર સુધી આવી જશે તેવી આશ છે. આ પહેલાં FDAએ ફાઇઝર વેક્સિનને મંજૂરી આપી દીધી છે. સપ્ટેમ્બર સુધી આપણે બાળકોનું રસીકરણ શરૂ કરી શકીએ.
ઝાયડસ કેડિલાએ 12-18 વર્ષનાં બાળકો માટે વેક્સિનનું પરીક્ષણ પૂરું કર્યું છે. તેઓ એ ZyCov-D માટે ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગી હતી. જોકે સૂત્રો અનુસાર, દેશના ઔષધી નિયંત્રક જનરલ (DCJI) દ્વારા તેના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે હજી કેટલાક દિવસ લાગી શકે છે. આ કોરોના વાઇરસ સામે એક પ્લાસ્મિડ DNA વેક્સિન છે અને એના ત્રણ dose લગાવવામાં આવશે.
ભારતમાં હાલ ત્રીજી લહેરનો ભય છે જ્યારે આ ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થાય તેવી પણ સંભાવનાઓ છે માટે બાળકોનું વેક્સિનેશન કરાવવું સરકાર માટે ફરજિયાત બન્યું છે. ઘણા રિસર્ચમાં એવું તારણ આવ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમણ વધારે લાગશે. એ વિષયે ડૉ. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, આ એક ગંભીર મુદ્દો છે. આવા કિસ્સાઓમાં બીમાર અને વૃદ્ધ લોકોનો સંક્રમિત થવાનો ભય વધી જાય છે. આ જ વિચારથી લોકો બાળકોના સ્કૂલ મોકલવા બાબતે ચિંતિંત છે.
તેઓ એ એમ પણ કહ્યું હતું કે ‘આગામી કેટલાંક અઠવાડિયાંમાં અથવા સપ્ટેમ્બર મહિના સુધીમાં બાળકોને વેક્સિન ઉપલબ્ધ થય જવી જોઈએ. જે પછી આપણે 18થી 45 વર્ષની વયના લોકોની જેમ તબક્કાવાર શાળા શરૂ કરવી જોઈએ. આનાથી બાળકને વધુમાં વધુ રક્ષણ મળશે અને લોકોને વિશ્વાસ પણ મળશે કે તેમનાં બાળકો ખરેખર સુરક્ષિત છે.’ આપણી સરકાર ડિસેમ્બર સુધી 18 વર્ષથી વધુ વયના લોકો ના વેક્સિનેશનને ધ્યાનમાં રાખીને વધુ વેક્સિન ખરીદવા માટે કોવિડ-19 વેકિસન મેન્યુફેક્ચર મોડર્ના અને ફાઇઝર સાથે વાટાઘાટો કરી રહી છે.