પીએમ એ કહ્યું કે 15 ઓગસ્તના રોજ રાષ્ટ્રગીત સાથે જોડાયેલા એક કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલયનો યત્ન છે કે આ દિવસે બની શકે એટલા વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય. આ માટે એક વેબસાઇટ પણ બનાવી છે.
પ્રધાનમંત્રી એ (Narendra Modi) આજે રેડિયો પોગ્રામ માં મન કી વાત (Mann Ki Baat) ના માધ્યમથી 79મી વાર દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદી મન કી બાતમાં દેશના વિભિન્ન રાજ્યોમાં આવેલા પૂર, ઓલમ્પિક અને દેશમાં વધતા જતા કોરોના વાયરસના કેસ પર વાત કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ સવારે 11 વાગે શરૂ થયો હતો.
રાષ્ટ્રગાન ડોટ.ઇન. આ વેબસાઇટની મદદથી તમે રાષ્ટ્રગાન ગાઇને, તેને રેકોર્ડ કરી શકશો. આ અભિયાન સાથે જોડી શકાશે. મને આશા છે કે કે તમે, આ અનોખી પહેલથી જરૂર જોડાવ.
ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઇને ચાલતાં જોઇને હું નહી પણ આખો દેશ રોમાંચિત થઇ ઉઠ્યો. આખા દેશે જાણે એક થઇને પોતાના આ યોદ્ધાઓને કહ્યું- વિજયી ભવ, વિજયી ભવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે આ ખેલાડી ભારતથી ગયા હતા તો મને તેમની સાથે ગપસપ કરવાની, અને તેમના વિશે જાણવા અને દેશને જણાવવાનો અવસર મળ્યો હતો. આ ખેલાડી જીવનના અનેક પડકારોને પછાડીને અહીં પહોંચ્યા છે. આજે તેમની પાસે તમારા પ્રેમ અને સહકાર ની તાકાત છે. એટલા માટે આવો મળીને આપણા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમનો આત્મવિશ્વાસ વધારીએ.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવતી કાલે 26 જુલાઇના રોજ ‘કારગિલ વિજય દિવસ’ છે. કારગિલનું યુદ્ધ ભારતની સેનાઓના શૌર્ય અને સંયમનું એવું પ્રતિક છે, જેને આખી દુનિયાએ જોયું છે. આ વખતે આ ગૌરવશાળી દિવસ પણ ‘અમૃત મહોત્સવ’ ઉજવવામાં આવશે. એટલા માટે આ વધુ ખાસ બની જાય છે. હું ઇચ્છીશ કે તમે કારગિલની રોમાંચિત કરી દેનાર ગાથા જરૂર વાંચો, કારગિલના વીરોને આપણે બધા નમન કરીએ. 🙏