યેદિયુરપ્પા કર્ણાટકના રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા લિંગાયત (Lingayat) સમાજમાંથી આવે છે. સૌપ્રથમ તેઓ વર્ષ 2007માં મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે માત્ર એક સપ્તાહ સુધી જ ખુરશી પર ટકી શક્યા હતા. એ પછી વર્ષ 2008થી 2011 સુધી રાજ્યના મુખ્યમંત્રી નું પદ સંભાળ્યું પરંતુ ભ્રષ્ટાચારના આરોપો થતાં રાજીનામું આપવું પડ્યું. 2018માં રાજ્યમાં ચૂંટણી બાદ તેઓ માત્ર બે દિવસ માટે મુખ્યમંત્રી બન્યા અને બહુમત સાબિત ન કરી શક્યા. જો કે, બાદમાં કોંગ્રેસ અને જેડીએસના 13 ધારાસભ્યો સાથે આવી જવાથી તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા.
2023 સુધીની આગામી ચૂંટણી સુધી તેઓ મુખ્યમંત્રી રહેશે એવું લાગી રહ્યું હતું પરંતુ એવું ન થઈ શક્યું. અંતે એવા તો શું કારણો છે જેને લીધે તેમને ફરી ખુરશી છોડવાનો વારો આવ્યો છે.
જેમાં ના કેટલાક કારણ આ હોય શકે: જ્યારે રાજ્યસભા ચૂંટણી માટે નોમિનેશન થવાનું હતું તો યેદિયુરપ્પાએ કેન્દ્રને પોતાના તરફથી અનેક નામ મોકલ્યા હતા પરંતુ પાર્ટી હાઇકમાન્ડે તેમની ભલામણોને ગંભીરતાથી લીધી નહોતી. આ પરથી પણ સ્પષ્ટ થઈ ગયું કે હવે તેઓ પાર્ટી હાઇકમાન્ડના માનીતા નથી રહ્યા. આ તેમના માટે પદથી હટવાનો પહેલો અને સ્પષ્ટ સંકેત હતો.
કેટલાક મહિનાઓથી રાજ્યમાં પાર્ટીના નેતા યેદિયુરપ્પાની વિરુદ્ધ ખુલીને નિવેદન આપી રહ્યા હતા પરંતુ હાઇકમાન્ડે કોઈની ઉપર પણ કોઈ કાર્યવાહી ન કરી. એવું માનવામાં આવ્યું કે આ બધું પાર્ટી હાઇકમાન્ડની નજર હેઠળ જ થઈ રહ્યું છે. આ બીજો સંકેત હતો કે હવે તેઓ પાર્ટી હાઇકમાન્ડની પસંદ નથી રહ્યા. તેમણે જવું પડશે.
એક વર્ષથી પાર્ટી હાઇકમાન્ડનું દબાણ. મૂળે, જ્યારે રાજ્યમાં પાર્ટીના નેતા યેદિયુરપ્પાને લઈને અસંતુષ્ટ થવાનું શરૂ થયું અને પોતાની ફરિયાદો લઈને હાઇકમાન્ડને મળવા લાગ્યા તો પાર્ટીએ છેલ્લા એક વર્ષથી જ તેમની પર દબાણ વધારી દીધું હતું. એવામાં લાગી રહ્યું હતું કે તેમણે જવું જ પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કર્ણાટકના નવા મુખ્યમંત્રીની રેસમાં પ્રહલાદ જોશી, બીએલ સંતોષ, લક્ષ્મણ સવદી, ડેપ્યુટી સીએમ મુર્ગેશ નિરાણી, વસવરાજ એતનાલ, અશ્વત નારાયણ, ડીવી સદાનંદ ગૌડા, બસવરાજ બોમ્મઈ, વિશ્વેશ્વરા હેગડે વગેરે નામ સામેલ છે.