રાહુલ ગાંધી જાતે ટ્રેક્ટર ચલાવીને સંસદ પર આવ્યા

આજના ચોમાસુ સત્રમાં રાહુલ ગાંધી ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા હતા અને તેઓએ ત્રણેય કુષિ કાયદાને લઈને સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા. જો કે નિયમોના ઉલ્લંઘન બદલ દિલ્હી પોલીસે અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ સંસદમાં (Parliament) ખેડૂતો માટે સંદેશ લાવ્યા છે. રાહુલે કહ્યું હતું કે સરકાર ખેડૂતોના અવાજને દબાવતી હોય છે અને સંસદમાં આ બાબતે ચર્ચા પણ નથી થવા દેતી.

ઉપરાંત રાહુલે એમ પણ કહ્યું કે સરકારે આ ત્રણ કુષિ કાયદાઓ  મોટા ઉદ્યોગપતિઓની તરફેણમાં છે જેથી તેને રદ કરવા પડશે અને વધુમાં જણાવ્યુ હતું કે , કેન્દ્ર સરકારને સમજાતું નથી કે ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને કહ્યું હતું કે, આજે ચીનની એન્ટિક્સને અવગણવી એ દેશ માટે ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઉભી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *