નવી દિલ્હી : ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ભારતમાં તેમનું પ્રત્યાર્પણ અને યુકેમાં નિરાશ્રિત તરીકે રહેવાનો તેમનો કેસ વિજય માલ્યાએ આ મહિને અગાઉ નિરાશ્રિત તરીકે અપીલમાં વિજય મેળવ્યો હોવા છતાં ભારતીય એજન્સીઓએ યુકે સરકાર પર દબાણ કર્યુ છે કે યુકે સરકાર તેની ન્યાયિક સમીક્ષા કરે અને તેને નિરાશ્રિત તરીકે રહેવા દેવા મંજૂરી ન આપે.
હવે નિર્ણય યુકેના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે લેવાનો છે. અમે યુકે સરકાર તરફથી હકારાત્મક સંકેત મળ્યા છે, એમ વરિષ્ઠ સરકારી અિધકારીએ જણાવ્યું હતું. સરકારનો દાવો છે કે માલ્યા ટૂંક સમયમાં ભારત પરત ફરશે. રાહત માંગવાની પ્રક્રિયા બંધ થઈ ચૂકી છે અને યુકેની અપારદર્શક પ્રક્રિયામાં માલ્યાનું સંરક્ષણ કરવામાં યુ.કે.ને ખાસ ફાયદો થવાનો નથી.
આ ઉપરાંત બ્રિટિશ કોર્ટે પણ વિજય માલ્યાને દેવાળિયો જાહેર કરતાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના ભૌરતીય બેન્કોના કોન્સોર્ટિયમ માટે સમગ્ર વિશ્વમાં તેની મિલકતોને જપ્ત કરવાનો માર્ગ મોકળો બનશે. વિજય માલ્યા પર બેન્કોનું નવ હજાર કરોડથી પણ વધારે રકમનું દેવું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ માલ્યાએ રાહત ટ્રિબ્યુનલને તે સમજાવવામાં સફળતા મેળવી હતી કે જો તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું તો તેને હેરાન કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
તેનું કારણ એ છે કે તે દેશના શક્તિશાળી લોકો અંગે વધુ પડતું જાણે છે. તેણે કેટલાક પ્રભાવશાળી રાજકારણીઓ અને પત્રકારોની ટેપ પણ સંભળાવી હતી. તેઓએ તેની રાજ્યસભા બેઠક માટે રીતસરની લાંચ માંગી હતી અને તેમણે તેની ચૂકવણી પણ કરી હતી. ભારતમાં કારોબાર કરવો હોય તો લાંચ વગર કશું શક્ય નથી, એમ તેણે જણાવ્યું હતું.
ભારતને વિશ્વાસ છે કે માલ્યાને ટૂંક સમયમાં પરત લાવી શકાશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૂંગલાએ ગયા સપ્તાહે દાવો કર્યો હતો કે ભારત સરકારના આ મોરચે યુકે સત્તાવાળાઓ તરફથી આ મુદ્દે ખાતરી મળી હતી. ફક્ત માલ્યા જ નહી નીરવ મોદી અને ગેંગસ્ટર જયેશ પટેલના પ્રત્યાર્પણ અંગે પણ યુકેના સત્તાવાળાઓ સાથે ચર્ચા થઈ છે.