આસામ-મિઝોરમ આમને સામને: રાજ્યોની સીમા ઉપર BSFની કંપનીઓ ખડી કરાઈ

ભારત ના આસામ અને મિઝોરમ વચ્ચે સીમા મુદ્દે થયેલા ઘમાસાણ સંઘર્ષ બાદ બંને રાજ્યોની બોર્ડર પર CRPF ની બે કંપનીઓને ખડી કરવામાં આવી છે.

 

આ અરસામાં આસામના ચીફ મિનિસ્ટર હેમંત બિસ્વા શર્મા ઘાયલ જવાનોની મુલાકાત લીધી છે. બીજી તરફ મિઝોરમના ચીફ મિનિસ્ટર જોરામથાંગાએ આરોપ લગાવ્યો છે કે, આસામ તરફથી પહેલા ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા.

 

બંને રાજ્યોની પોલીસ ફોર્સ વચ્ચે જયાં ગોળીઓ ચાલી હતી ત્યાં CRPF ની બે બટાલિયન તૈનાત કરવામાં આવી છે. આ બંને કંપનીઓ પહેલેથી આ બે રાજ્યોમાં તૈનાત હતી પણ હવે તેમની ગતિવિધિ તેજ કરી દેવામાં આવી છે.

 

જ્યારે TMC એ આ મુદ્દે  BJP પર નિશાન સાધતા કહ્યુ છે કે, આ પ્રકારની ઘટનાઓથી ભારતમાં લોકશાહીનુ મોત થઈ શકે છે. જ્યારે કોંગ્રેસે આ મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને તપાસની માંગણી કરી છે.

 

આજે આ હિંસાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે. કોંગ્રેસના સાંસદ નેતા ગૌર ગોગોઈએ કહ્યુ હતુ કે, કેટલાક મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, લાઈટ મશિન ગનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. સમજાતું નથી કે, આપણે સરહદ પર છે કે, સરહદની અંદર પોતાના દેશમાં ?

 

જયારે આસામના મંત્રીએ આ ઘટના જલિયાવાલા બાગ સાથે સરખાવી હતી. પરિમલ સુકલાબૈધ્યે કહ્યુ હતુ કે, ફાયરિંગ મિઝોરમ તરફથી થયુ હતુ. બ્રિટિશ પોલીસે જલિયાવાલા બાગમાં કર્યુ હતુ તેવી રીતનુ જ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *