ગુજરાત ના આઈપીએસ (IPS) અધિકારી રાકેશ અસ્થાનાની (Rakesh Asthana) દેશ ની કેપિટલ એવી ના પોલીસ કમિશનર (Delhi Police Commissioner) તરીકે નિમણૂક કરવામાં આવી છે. અસ્થાના 1984 બેચના આઈપીએસ અધિકારી છે. આઈપીએસ રાકેશ અસ્થાના મૂળ ઝારખંડના રહેવાસી છે.અસ્થાના અગાઉ સીબીઆઈ(CBI)માં વિશેષ નિયામક પણ રહી ચૂક્યા છે. રાકેશ અસ્થાનાને 20મી ઑગસ્ટ 2020ના રોજ બીએસફના ડીજી તરીકે (Director-General (DG) of the Border Security Force (BSF) તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ તેમને આ નવી નિયુક્તિ આપવામાં આવી છે.
મિસ્ટર રાકેશ અસ્થાના એક હાઇપ્રોફાઇલ અધિકારી છે. તેમણે અતિ મહત્વના અનેક કેસોની તપાસમાં મદદ કરી છે. જેમાં કેટલાક કેસો અતિ સંવેદનશીલ હતા. આઇપીએસ અધિકારી તરીકે તેમણે ગોધરા કાંડ, લાલુ પ્રસાદ યાદવની ધરપકડ જેવા કેસોમાં કામ કર્યું છે. સુશાંતસિંહ રાજપૂત ડ્રગ કનેક્શન કેસની તપાસ રાકેશ અસ્થાનાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. રાકેશ અસ્થાના હાલમાં બીએસએફ ડીજી અને એનસીબી ચીફ હતા. વર્ષ 2018માં ‘CBI vs CBI’ની કહાણીમાં તેમનું નામ ચર્ચા એ ચઢ્યું હતું. સુરત કમિશનર તરીકે તેઓ એ નામના સંત એવા આસારામ બાપુ કેસની પણ તપાસ કરી હતી.
એસ.એન. શ્રીવાસ્તવની નિવૃત્તિ પછી બાલાજીને દિલ્હીના કાર્યકારી કમિશનર બનાવવામાં આવ્યા હતા.