૮ મહાનગરો માં રાત્રી કર્ફ્યું નો ગુજરાત સરકારે કર્યો ઘટાડો, બીજી પણ છુટછાટો અપાય

ગુજરાત રાજ્ય ના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર સમારંભમાં હવે 400 લોકોને મંજૂરી અપાય છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયો મુજબ રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે, તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ હાલ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે. તે 31 જૂલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

બીજી આપવામાં આવેલ છૂટછાટો:

8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
ખુલ્લી જગ્યામાં જાહેર સમારંભમાં હવે 200ને બદલે વધારીને  400 લોકોને મંજૂરી
બંધ હોલમાં કુલ બેઠક ક્ષમતાના 50 % પરંતુ મહત્તમ 400 લોકોને મંજૂરી
સાર્વજનિક ગણેશોત્સવ માં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમાની મંજૂરી

કર્ફ્યૂમાં છૂટછાટ અપાય છે પરંતુ તહેવારમાં નહીં, સાવચેતી બધે જ જરૂરી

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સૌરાષ્ટ્રવાસીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીમાં યોજાતો સૌથી મોટો લોકમેળો આ વર્ષે પણ બંધ રહેશે. રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળાનું આયોજન આ વર્ષે પણ રદ કરાયું છે. આ કારણે લોકોએ જન્માષ્ટમીની ઉજવણી ઘરમાં જ કરવાની રહેશે. આ સાથે રાજકોટ જિલ્લામાં ઘેલા સોમનાથ, ઈશ્વરિયા, ઓસમ ડુંગર સહિતના એકપણ લોકમેળાનું આયોજન કરવમાં આવશે નહીં. રાજકોટના નવા નિયામેલા કલેક્ટર અરૂણ મહેશબાબુ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ છે. ઘણા સમયથી લોકો મેળાના આયોજનની છૂટછાટ માટે રાહ જોઈ રહ્યા છે. કોરોનાને ધ્યાને લઈ તંત્ર કોઈ જોખમ ખેડવા માગતું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *