નિર્મલા સીતારમણ: હવે જો કોઈ બેંક ઉઠી જાય કે ખોટ માં જાય તો ગ્રાહકોને મળશે 5 લાખ સુધીની વીમાની રકમ

હવે ગ્રાહકોને ગભરાવાની જરૂરત નથી. જો કોઈ બેંક ડૂબી જાય કે પછી તેનું લાયસન્સ રદ (License revoked) થઈ જાય તો બેંકના ગ્રાહકોને (Bank customers) ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન અંતર્ગત 9- દિવસની અંદર 5 લાખ રૂપિયા સુધી વીમાની રકમ (insurance money) મળી રહેશે. કેન્દ્રીય કેબિનેટની થયેલી મિટીગમાં DICGC એક્ટમાં ફેરફારની મંજૂરી મળી ગઈ છે.
 બેંક બંધ થવાની સ્થિતિમાં ખાતાધારકોને 90 દિવસની અંદર પાંચ લાખ રૂપિયા સુધી પોતાની જમા રકમ મેળવવાની સુરક્ષા આપવાને લઈને ડીઆઈસીજીસી કાયદામાં સંશોધન માટેના  પ્રસ્તાવનાને કેન્દ્રીય કેબિનેટે (Union Cabinet) મંજૂરી આપી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharamane) ગઈકાલ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે જમા વીમા અને વ્યાજ ગેરેન્ટી નિગમ (DICGC) કાયદામાં સંશોધનની સાથે જમા વીમાનો વ્યાપ વધારવામાં આવશે અને આ અંતર્ગત 98.3 ટકા બેંક ખાતાધારકો સંપૂર્ણ રીતે સંરક્ષિત થઈ જશે.
આ બદલાવ બાદ એવા ગ્રાહકોને રાહત મળશે કે જેમની રકમ કોઈના કોઈ કારણથી બેંક બંધ થઈ ગઈ હોય કે પછી બેંકનું લાઇસન્સ રદ થવાથી અટકાઈ ગઈ હોય. વીમાની રકમ જે પહેલા એક લાખ રૂપિયા હતી પરંતુ સરકારે વર્ષ 2020માં ડિપોજીટ ઇન્શ્યોરન્સની લિમિટ 5 ગણો વધારવોનો નિર્ણય કર્યો હતો. ત્યારાદ હવે વીમાની રકમ આપવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે.
નિયમ મુજબ જો બેંક ડૂબી જાય તો એ બેંકમાં ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધી ડિપોઝિટ સિક્યોર્ડ રહે છે. ભારતીય રિઝર્વ બેંકની પૂર્ણ જવાબદારી વાળી કંપની ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન અંતર્ગત આ રકમ સુરક્ષિત રહે છે. દરેક કોમર્શિયલ અને કો- ઓપરેટિવ બેંકનો ઈન્શ્યોરન્સ DICGCથી જ થાય છે. જે અંતર્ગત જમાકર્તાની બેંક ડીપોઝિટ ઉપર ઇંશ્યોરન્સ કવરેજ મળે છે. DICGC દ્વારા બેંકમાં સેવિંગ્સ, ફિક્સ્ડ, કરંટ, રિકરિંગ જેવા દરેક પ્રકારના ડિપોજીટ ઉપર વીમો મળે છે.
આ નિયમ મુજબ જો નક્કી રકમ ઉપરાંત કોઈ ગ્રાહકની 5 લાખથી વધારે રકમ બેંકમાં જમા હશે તો તેની બાકીની જમા રકમ ડૂબવાનો ડર રહે છે. પહેલા પણ અનેક બેન્કો ડૂબવાના લીધે ગ્રાહકોએ પોતાના પૈસાથી હાથધોવાની નોબત આવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *