ટોક્યો એટ ગ્લાન્સ: ભારત ના જુદા જુદા પ્લેયર્સના પરફોર્મન્સ પર એક નજર

જાપાન ના ટોક્યિો(Tokyo Olympics)માં ચાલી રહેલી ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ પહેલે થી જ સારી શરૂઆત કરી હતી. બેડમિન્ટન ક્વીન પી.વી સિંધુએ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન લઇ લીધું છે. સિંધુએ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર 12 ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટને 41 મિનિટમાં 21-15, 21-13થી હરાવી દીધી. તીરંદાજીમાં અતનુ દાસએ પુુરુષ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તીરંદાજીમાં મહિલા સિંગલ્સમાં દીપિકા કુમારીએ અંતિમ 16માં સ્થાન મેળવી લીધુ છે.

બોક્સિંગ(Boxing)માં પુરુષોની 91+ કિલોગ્રામ વેટ કેટેગરીમાં બાહોશ એવા સતીશ કુમાર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયા છે. પ્રથમ રાઉન્ડમાં બાય મેળવનાર સતીશે પ્રી ક્વાર્ટર ફાઈનલમાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને 4-1થી હરાવ્યો. સતીશે હવે મેડલથી માત્ર એક જ જીત દુર છે.

હોકી ટીમે આર્જેન્ટીનાને 3-1થી હરાવ્યું હતું. પુરુષ હોકીમાં ભારતીય ટીમે પૂલ એની સરખામણીમાં અર્જેન્ટીનાને 3-1 થી હરાવીને અંતિમ-8માં જગ્યા પાક્કી કરી લીધી છે. હોકીમાં રિયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ ટીમ આર્જેન્ટીનાને હરાવ્યા પછી પૂલ એમાં ભારતના 9 અંક થઈ ગયા છે અને તે બીજા સ્થાને છે. ભારતે અંતિમ પૂલ મેચ જાપાનની સામે શુક્રવારે રમવાની છે. ભારતીય ટીમનું પોતાના પૂલમાં ટોપ-4માં રહેવાનું નક્કી છે.

શૂટિંગમાં હાલ મહિલાઓની 25 મીટર એર પિસ્તોલનો ક્વોલિફિકેશન પ્રીસિજન રાઉન્ડ ચાલી રહ્યો છે. તેમાં ભારતની રાહ સરનોબત અને મનુ ભાકર ભાગ લઈ રહી છે. બોક્સિંગમાં લંડન ઓલમ્પિકની બ્રોન્જ મેડલિસ્ટ ઈંગ્રિટ લોરેના(કોલમ્બિયા) સામે એમસી મેરીકોમ પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઉતરશે.

ભારતીય નૌકાયન ખેલાડી અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ ટોક્યો ઓલિમ્પિકની લાઈટવેટ ડબલ સ્કલ્સ સ્પર્ધામાં 11માં ક્રમે રહ્યાં છે. જે આ સ્પર્ધામાં ઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય જોડીએ 6:29.66નો સમય કાઢીને ફાઈનલમાં બીમાં પાંચમુ સ્થાન પ્રાપ્ત કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *