કુદકે ને ભૂસકે વધતા કોરોના કેસના પગલે હવે કેરળ રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જ્યારે આખા દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે કેરળમાં બે દિવસથી કોરોનાના 22 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે જેણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ચિંતા વધારી છે. અનેક રાજ્યોમાં જ્યાં સ્થિતિ કાબૂમાં જોવા મળી રહી છે ત્યાં કેરળમાં છેલ્લા 2 દિવસથી કોરોનાના એક દિવસ ના કેસ 22 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે. જે દેશભરના દૈનિક કેસના 50 ટકાથી પણ વધુ છે.
વધી રહેલા કેસને પગલે હવે રાજ્ય સરકારે 31 જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ તેમના રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. કેરળમાં જુલાઈ મહિનામાં કોરોના કેસમાં ઝડપી વધારો થયો છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કેરળમાં સરેરાશ નવા કેસ ઘટીને 11 હજાર સુધી પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ અહીં નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં મે મહિનામાં બીજી લહેરનો પીક ગયા બાદ જ કોરોનાના કેસમાં સતત ઘટાળો જોવા મળ્યો હતો પણ કેરળ માં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા રીપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાંથી કોરોના ના નવા 43,509 કેસ નોંધાયા છે. જેમાંથી ફક્ત કેરળમાં જ એક દિવસમાં 22,056 કેસ નોંધાયા છે એનો મતલબ કે ટોટલ કેસના 50 ટકાથી વધુ કેસ આ એક જ રાજ્યમાંથી આવ્યા છે.