ગુજરાત ATSને મળી મોટી સફળતા, 175 કરોડના ડ્રગ્સનો મુખ્ય આરોપી દિલ્હીથી ઝડપાયો હતો
કામ ની વાત એ છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે મધદરિયે આ મોટું ઓપરેશન પાર પાડી જખૌથી દરિયામાંથી ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી જે ભારતીય જળ સીમામાં ઘૂસાડવામાં આવતી હતી.
ATS ને 175 કરોડના હેરોઇન-ડ્રગ્સ મામલે સાંપડી સફળતા:
Anti Terrorist Squad ના સુરક્ષા એજન્સીઓએ આખું ઓપરેશન પાર પાડ્યું હતું. બોટમાં રાખેલા હેરોઈનના એક કિલોગ્રામના એક એવા 35 પેકેટ એટલે કે 35kg માલ કબજે કરવામાં આવ્યો હતો. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 175 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.