શિલ્પાનો 29 મીડિયા કર્મી અને મીડિયા હાઉસ સામે 25 કરોડનો બદનક્ષીનો દાવો

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી  શિલ્પા શેટ્ટીએ બોમ્બે હાઈકોર્ટમાં ૨૯ મીડિયા કર્મી અને મીડિયા હાઉસ  સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. પતિ  રાજ કુંદ્રા જે પ્રકરણમાં આરોપી છે એપોર્નોગ્રાફી કેસ પ્રકરણમાં પોતાની પ્રતિભા ખરડાવતા  અને ખોટા રિપોર્ટિંગ કરવા બદલ આ કેસ કરવામાં આવ્યો છે. કોર્ટ આવતીકાલે ૩૦ જુલાઈના રોજ સુનાવણી હાથ ધરશે.

પોર્નોગ્રાફીક સાહિત્યના નિર્માણ અને વિતરણ પ્રકરણે પતિ રાજ કુંદ્રાની તપાસ અને તેની સંડોવણી ની તપાસ સંબંધે પોતાની કથિત સંડોવણી અને પ્રતિક્રિયા સંબંધે અહેવાલ વહેતા થયા છે.  શિલ્પાએ મીડિયા હાઉસીસ પાસેથી બિનશરતી માફી તથા બદનક્ષી ભર્યા સાહિત્યને દૂર કરવાની અને રૃ. ૨૫ કરોડનું વળતર આપવાની માગણી કરી છે. કોઈ પણ જાતની ચકાસણી વિના ગુનામાં પોતાની સંડોવણી અને તપાસમાં સહભાગના નિવેદન માત્રથી પોતાના ચારિત્ર્ય અને પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું છે.

પોતાને ગુનગાર અને પતિને ગુનાહિત તપાસને લીધે પતિને ત્યજી દેનારી મહિલા તરીકે ચિતરવામાં આવી હોવાનું પણ અરજીમાં જણાવ્યું છે.  અરજીમાં એવો પણ આરોપ કરાયો છે કે તેણે કોર્ટમાં રજૂ ક રેલા દસ્તાવેજમાં ટાંકેલા મીડિયા હાઉટલેટ્સે ખોટા, હિન, અને બદનક્ષી ભર્યા નિવેદનો  પ્રકાશિત કર્યા છે અને શિલ્પાને બદનામી નથી કરી પણ તેની પ્રતિભા પણ ખરડાવી છે.

સમાજમાં પોતાની પ્રતિષ્ઠાને ભરપાઈ થઈ શકે નહીં એવું નુકસાન કર્યું છે, એમ અરજીમાં જણાવ્યું છે. આવા બદનક્ષી ભર્યા સાહિત્યથી પોતાના સગીર બાળકો, વયસ્ક  માતા પિતા અને નિકટવર્તીઓ સહિતના પરિવારના સભ્યોની પ્રતિભા પણ ખરડાવી છે. આથી પોતાના વ્યવસાય અને વેપારમાં પણ અસર થઈ છે. શિલ્પાએ કેસ દાખલ કર્યાની તારીખથી ૧૮ ટકા વ્યાજ સાથે પ્રતિવાદીઓ પાસેથી સંયુક્ત રીતે રૃ. ૨૫ કરોડનું વળતર માગ્યું છે.

રેકેટના પર્દાફાશ વખતે એક અભિનેત્રી નિર્વસ્ત્ર શૂટીંગ કરતા ઝડપાઈ હતી

મલાડમાં અગાઉ પોલીસે પોર્નોગ્રાફી રેકેટનો પર્દાફાશ કર્યો ત્યારે બંગલૉમાં અભિનેત્રી નિર્વસ્ત્ર શૂટીંગ કરતા  ઝડપાય ગઇ હોવાનુ કહેવાય છે. પીડિતાને અશ્લીલ વિડીયો બનાવવા મજબૂર કરવામાં આવતી હતી. બે પીડિતાએ પોલીસને આ કેસ બાબતે મહત્વની માહિતી આપી હતી. ૨૫ વર્ષીય પીડિતાએ હિન્દી, મરાઠી, ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું હતુું. વર્ષ ૨૦૧૮માં તે રોનક નામના કાસ્ટિંગ ડાયરેકટરને મળી હતી.

ગત ફેબુ્રઆરી મહિનામાં રોનકે તેની ઓળખ રોવા ખાન સાથે કરાવી હતી. પછી બંને મલાડના માલવણીમાં બંગલૉમાં શૂટીંગ માટે લઇ ગયા હતા. તેને કામ માટે ૨૫ હજાર રૃપિયા મળશે એમ કહ્યું હતું. તેને સ્ક્રિપ્ટ આપી હતી. તે વાંચીને પીડિતાએ કામ કરવાની ના પાડી હતી. પણ પછી વાતોમાં  ભોળવીને તેમણે પીડિતાને મનાવી લીધી હતી. તેમણે પીડિતાને તેનો ચહેરો બતાવવામાં  નહીં આવશે  અને નામ બદલી કરાશે એેમ જણાવ્યું હતુ.

થોડીવાર બાદ પીડિતાને નિર્વસ્ત્ર શૂટીંગ કરવાનું કહ્યું હતુ. તેણે ના પાડતા પોલીસમાં કેસ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત શૂટીંગનો ખર્ચ આપતા અને તેને શૂટીંગના નહીં  આપવાની ધમકી આપી હતી. છેવટે ગભરાઇને તે  પલંગ પર અર્ધનગ્ન અવસ્થામાં શૂટીંગ કરી રહી હતી. તે સમયે જ પોલીસ આવી ગઇ હતી. પછી શૂટીંગ રોકવામાં આવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *