હથિની કુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ

યમુનાના વધી રહેલા પાણી ના  સ્તરને લીધે લોખંડનો પુલ કરાયો 

હરિયાણા રાજ્યના  હથિની કુંડ બેરેજમાંથી એકધારા  પાણી છોડવાના કરણે દિલ્હીમાં યમુના નદી ફરી એક વખત ખતરા માં છે. યમુના નદીનું જળ સ્તર એકધારું વધી રહ્યું છે. યમુના નદી હાલ જોખમના નિશાનની નીચે પરંતુ વોર્નિંગ લેવલથી ઉપર વહી રહી છે. યમુના નદીમાં જળ સ્તર વધવાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ પણ વધવા લાગ્યું છે. દિલ્હીમાં ગાઢ વાદળો છવાયેલા છે અને હવામાન વિભાગે યમુનાને અડીને આવેલા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે.

ગયા 2 દિવસથી યમુનાનગરના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. લાખો ક્યુસેક પાણી દિલ્હી તરફ આવી રહ્યું છે. યમુનાના વધી રહેલા પાણીના  સ્તરને ધ્યાનમાં રાખીને લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ દિલ્હીમાં યમુનાનું જળ સ્તર 205.17 મીટર પર છે. જે ચેતવણી સ્તર (204.50 મીટર)ને ક્રોસ કરી ગયું છે. જોકે હજુ જોખમના સ્તર (205.33 મીટર)થી 16 cm નીચે છે.

જ્યાં સુધી દિલ્હીમાં યમુનામાં જળ ભરાવાની વાત છે તો તમામ એજન્સીઓ તેના પર નજર નાખી ને બેથી  છે. જો સ્થિતિ અતિ ગંભીર થઈ તો યમુના કાંઠે વસેલા અન્ય કેટલાક વિસ્તારોને ખાલી કરાવવામાં આવી શકે છે. બીજી તરફ પ્રશાસન રાહત અને બચાવ કામગીરીનું કામ સંભાળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *