ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એવા મહેન્દ્ર સિંહ ધોની ભલે અત્યારે મેદાનથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયામાં તે હંમેશાં ચર્ચામાં હોય છે. ફરી એકવાર ધોની ભાઈ ચર્ચા માં આવ્યા છે અને આ વખતે કારણ છે તેમની નવી હેરસ્ટાઈલ! સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ વાર લુક ની તસ્વીરો ખૂબ વાઇરલ થઈ રહી છે અને તેમના ફોલોઅર્સ ને પણ પસંદ પડી છે.
ફેમસ હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે શુક્રવારે સવારે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધોનીની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. એમાં તેઓ મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઈલ દેખાડી રહ્યા છે. અત્યાર સુધીના ક્રિકેટ કરિયર દરમિયાન પણ મહેન્દ્ર સિંહ ધોનીની નવી-નવી હેરસ્ટાઈલ હંમેશાં ચર્ચિત રહી છે. પછી ભલે એ કરિયરની શરૂઆતના દિવસોમાં લાંબા ભૂરા વાળ હોય અથવા વર્લ્ડકપની જીત પછી અચાનક મુંડન કરાવી લેવાની વાત હોય. ધોનીએ હંમેશાં તેના લૂક માટે તેના ફેન્સને ઝટકા જ આપ્યા છે.
એમ એસ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટથી થોડા સમય પેહેલા જ નિવૃત્તિ જાહેર કરી દીધી છે, એ પછી પણ તે નવા નવા લૂક્સમાં જોવા મળે છે. જાણીતું છે કે મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં જ ક્રિકેટના મેદાન ઉપર પણ દેખાશે. યુએઈમાં આઈપીએલના બીજા હિસ્સા માટે એમએસ ધોની ટૂંક સમયમાં જ ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પ સાથે જોડાવાનો છે.
હેર સ્તાઈલીસ્ત હકીમની ગણતરી દેશના પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ તરીકે થાય છે. બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ પ્લેયર્સ મોટે ભાગે આલિમ હકીમ પાસે જ તેમનો નવો લૂક મેળવતા હોય છે.