સુરત ના વેલન્જા ઉમરા પાટિયા ખાતે આગની ઘટના બનવા પામી છે. જાણવા મળ્યા મુજબ દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગી છે. વેલન્જા ઉમર પાટિયા ખાતે સેનિટાઈઝરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે.
3 ફાયર સ્ટેશનની 7 ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. આ ટીમો એ આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી દીધી છે. પરંતુ , આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ પછી વધુ વિગતો સામે આવશે.
ફાયર બ્રિગેડની 7 ટીમો ઘટનાસ્થળે પહોચી છે, આ જોતા લાગે છે આગ નું સ્વરૂપ ખરેખર ભીષણ હશે.