કોરોના ડેલ્ટા વેરિઅન્ટનો અનેક દેશો માં આતંક, જાણો આ દેશો એ શું પગલા લીધા

અમેરિકા(USA) માં ડેલ્ટા વેરિએન્ટનો આંતક મચવા પામ્યો છે. કોરોનાની બબ્બે સ્ટેજ નો સામનો કરનારા અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાછલા 24 કલાકમાં અમેરિકામાં 90 હજાર નવા કેસ નોંધાયા હતા. પાંચ મહિનામાં પહેલી વખત એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોનાના નવા  કેસ નોંધાયા હતા.

ઇઝરાયલના પ્રમુખ એવા ઇસાક હરજોગે કોરોનાની રસીનો ત્રીજો ડોઝ લઇને તેમના  દેશમાં બૂસ્ટર ડોઝ આપવાની ઝૂંબેશનો પ્રારંભ કર્યો હતો. આ સાથે નાગરિકોને કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ આપનારો ઇઝરાયલ દુનિયામાં પ્રથમ દેશ બન્યો છે. ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટે તાજેતરમાં જાહેરાત કરી હતી કે દેશમાં 60 વર્ષ કરતાં વધારે વય ધરાવતાં નાગરિકોને કોરોનાની રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. સરકાર હાલ ફાઇઝર-બાયોએનટેકની કોરોનાની રસીના બે ડોઝ મેળવાનારાઓે ને ત્રીજો ડોઝ પણ આપી રહી છે. તાજેતરમાં ઇઝરાયલમાં મોટા પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં દર અઠવાડિયે સરેરાશ બે હજારથી વધારે કોરોનાના કેસો રજીસ્ટર થવાને પગલે સરકારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. જો કે, કોરોનાની રસીનો ત્રીજો ડોઝ નાગરિકોને આપવાથી નવા કેસોની સંખ્યા ઘટાડી શકાશે તેમ માનવાને કોઇ કારણ નથી. બૂસ્ટર ડોઝ આપવાની જરૂર પડી તે દર્શાવે છે કે સમય વીતવા સાથે કોરોનાની રસીની અસરકારકતા પણ ઘટતી જાય છે.

ફિલિપાઇન્સ દ્વારા  ડેલ્ટા વેરિઅન્ટ ના  વધી રહેલા કોરોનાના ચેપના પ્રસારને રોકવાના પ્રયાસ તરીકે ભારત સહિત બીજા દસ દેશો પર મુકવામાં આવેલાં પ્રવાસ નિયંત્રણોને 15 ઓગસ્ટ સુધી લંબાવી દીધા છે. પ્રમુખ રોડ્રિગો દુતેર્તે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બંગલાદેશ, ઓમાન, યુએઇ,ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ પર મુકવામાં આવેલા આ પ્રવાસ નિયંત્રણોને લંબાવવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.  ફિલિપાઇન્સમાં સત્તાવાર આંકડા અનુસાર ડેલ્ટા વેરિઅન્ટના 216 કેસ નોંધાયા છે.

જાપાન ના 60 વર્ષ કરતા વધારે વયના પ્રમુખ હરજોગ અને તેમની પત્ની મિકતે અન્ય લોકોની સાથે કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધો હતો. દરમ્યાન જાપાનમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના નવા કેસની સંખ્યા દસ હજાર કરતાં વધી જતાં વડાપ્રધાન યોશિહિડે સુગાએ વાઇરસ ઇમરજન્સી વિસ્તારીને સૈતામા, કાનાગાવા, છીબા અને ઓસાકામાં લાગુ પાડી હતી.

હમણાં  દેશમાં ઓક્સિજન પુરવઠો ખૂટી રહ્યો હોઈ ત્યારે તેનો મોટા ભાગ નો જથ્થો સરકારના ટેકેદારો અને મિલિટરી હોસ્પિટલ ભણી વાળવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. દરમ્યાન કોરોના મહામારીને કારણે આવક બંધ થઇ જવાને કારણે દુનિયામાં આ વર્ષે સતત ત્રીજા વર્ષે પણ ભૂખમરો વધશે તેમ યુએસના કૃષિ વિભાગે જણાવ્યું હતું. 76 મધ્યમ અને ઓછી આવક ધરાવતાં દેશોમાં વધારાના 291 મિલિયન લોકોને 2021માં પૂરતું ખાવાનું નહીં મળે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *