જૈશ આતંકવાદી મસૂદ અઝહરનો ભત્રીજો લંબુ કાશ્મીર માં એન્કાઉન્ટરમાં કરાયો ઠાર

ભારત ના જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં શનિવારે સેના અને પોલીસ જવાનોને મોટી સફળતા હાથે લાગી છે.  વાત એમ છે કે સુરક્ષા દળોના જવાનોએ દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં બે આતંકીઓને ઠાર માર્યા છે. આમાંથી એક આતંકી જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના ભત્રીજો છે જેનું નામ ઈસ્માઈલ ઉર્ફે લંબૂ છે. તે આઈઈડી એક્સપર્ટ હતો. તે લથપોરા પુલવામાં હુમલામાં સામેલ હતા અને એનઆઈએની ચાર્જશીટમાં પણ તેનું નામ હતું. અનેક આતંકી હુમલામાં તેનો પગપેસારો હતો.

મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે ફોજી ભાઈ વર્તમાન સમયમાં કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય કમાન્ડર હતો. તે મસૂદ અઝહરનો ભત્રીજો હતો. ઈસ્માઈલ બહાવલપુરના કોસાર કોલોનીનો રહેવાસી હતો. મુલવામામાં થયેલા 2020 અને 2019ના હુમલામાં તે સામેલ હતો અને તેના ઉપર સુરક્ષાદળોની નજર હતી. 2019માં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલામાં આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ડોઝિયર અનુસાર અબૂ સૈફુલ્લાનું જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને તે આતંકી સંગઠનોની દેખરેખમાં જ મોટો થયો હતો. વર્ષ 2017માં ભારતમાં ઘૂસણખોરી કરી  અને તે અવંતીપોરા, પુલવામા, અનંતનાગમાં આતંકી ગતિવિધીઓને અંજામ આપતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *