ટોક્યો ઓલમ્પિકસ: પી.વી સિંધુનો સેમિફાઈનલમાં પરાજય

ઇન્ડિયા ની ગોલ્ડ મેડલની આશાને સૌથી મોટો ગ્રહણ લાગ્યું  છે. ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં વિશ્વની નંબર-2 ખેલાડી ચીની તાઇપેની તાઇ ઝૂ યિંગ સામે હાર થઈ છે. રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ એવી ભારતની જ પી. વી સિંધુનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું રોળાયુ છે. ઉપરાંત દેશ વાસીઓ ની ઉમીદ પર પણ પાણી ફર્યું છે. પ્રથમ ગેમમાં તાઈ ઝૂ યિંગે 21-18 અને બીજી ગેમમાં 21-12થી જીત મેળવી હતી. હવે પીવી સિંધુ આવતીકાલે બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની ચેન યૂફેઈ સામે ટકરાશે. આશા છે તેણી ને સફળતા સાંપડશે.

વિશ્વની નંબર ટૂ બેડમિન્ટન ખેલાડી એવી ચીન ની તાઈપેની તાઇ ઝૂ યિંગે બીજી ગેમમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આક્રમક રમત દ્વારા લીડ બનાવી લીધી અને સિંધુને વાપસી કરવાની તક આપી નહીં. અંતે ચીની તાઇપેની ખેલાડીએ 21-12થી જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

હવે જોવાનું રહે છે કે સિંધુ  બ્રોન્ઝ મેડલ લાવામાં સફળ થાય છે કે નઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *