ટોક્યો ઓલમ્પિક માં ભારતના બૉક્સર સતીશ કુમારને (Satish Kumar) ક્વાર્ટર ફાઇનલમાં હાર મળી છે. આ સાથે કોઇ પણ ભારતીય બૉક્સર(પુરુષ) મેડલ ન જીતી શક્યા. કુલ 5 બૉક્સર ઉતર્યા હતા. સતીશ (+91 કિગ્રા) ને ક્વાર્ટર ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના મુક્કેબાજ બાખોદિર જલોલોવને 5-0થી હરાવ્યા. સતીશે પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં જમૈકાના મુક્કેબાજ રિકાર્ડો બ્રાઉનને હાર આપી હતી. મુકાબલા પહેલા સતીશ કુમાર ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને ટાંકા આવ્યા હતા. ત્યારબાદ તેઓ મુકાબલામાં ઉતર્યા હતા. તેઓ ત્રણ રાઉન્ડમાં જલોલોવ પર હાવી થઇ શક્યા નહોતા.
ભારત ના સતીશ કુમારે 91 કિલોગ્રામ વર્ગના અંતિમ -16 મુકાબલામાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને મ્હાત આપી હતી. તેમણે 4-1 થી આ મુકાબલો પોતાના નામે કર્યો હતો. સતીશે પહેલો રાઉન્ડ 5-0, બીજો અને ત્રીજો 4-1થી જીત્યા હતા. પરંતુ અંતિમ-8 મુકાબલામાં સતીશ પાસે બખોદિર જલોલોવના હમલાનો કોઇ જવાબ નહોતો. દેખીતું હતું કે ઇજાના કારણે તેઓ સંભાળીને રમી રહ્યા હતા.
ભારતીય પુરુષ બોક્ષર ખેલાડીઓની વાત કરવામાં આવે તો 5 માંથી 3 બૉક્સર પહેલા રાઉન્ડમાં બહાર થઇ ગયા હતા. જેમાં મનિષ કૌશિક, વિકાસ કૃષ્ણન અને આશીષ કુમાર સામેલ છે. અમિત પંઘાલને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હાર મળી હતી. જ્યારે સતીશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા..