ચાલો જોઈએ ટોક્યો ઓલિમ્પિક 2020 પર એક ઉડતી નજર

ટોક્યો ઓલમ્પિક: ભારતીય પુરુષ હૉકી ટીમ (Hockey team)ને પ્રથમ સેમીફાઇનલમાં હાર મળી હતી. વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને 5-2થી હાર (India vs Belgium Men’s Semi-final Hockey) આપી છે. પરંતુ ભારતની હોકી માટેના મેડલની આશા હજુ જીવંત છે. ભારત બ્રૉન્ઝ મેડલ માટે પાંચમી ઓગસ્ટના રોજ રમશે. બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે ટક્કર થશે. આ મેચમાં હારનારી ટીમ ભારત વિરુદ્ધ રમશે. વર્ષ 1980 પછી ભારતને આ વર્ષે પ્રથમ મેડલની આશા છે. ટોક્યોમાં ભારતીય પુરુષ હૉકી ટીમ પાસેથી મેડલની આશા હતી. મનપ્રીતસિંહની કેપ્ટનશીપ હેઠળ ટીમ મંગળવારે સેમીફાઇલમાં ઉતરી હતી. જોકે, ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

ઉપરાંત આજે એટલે કે મંગળવાર એ અનુ રાની અને તેજિન્દરપાલ સિંહ તૂર પર પણ નજર રહેશે. મહિલા રેસલર સોનમ મલિક પર પણ બધાની નજર રહેશે.

મહિલા ડિસ્કસ થ્રોમાં કમલપ્રીત કૌર મેડલ ચૂકી ગઈ છે. કમલપ્રીત કૌરે 63.07 મીટર દૂર ડિસ્ક ફેંકી અને તેણી છઠ્ઠા નંબર પર રહી હતી. પ્રથમ વખત ઓલિમ્પિકમાં રમી રહેલી 25 વર્ષની કમલપ્રીત કૌરે શાનદાર પ્રદર્શન કરતા ડિસ્કસ થ્રોની ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. ખાસ વાત એ છે કે કમલપ્રીત આઝાદ ભારતના ઇતિહાસમાં ડિસ્કસ થ્રો ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ એવી ભારતીય મહિલા બની હતી.

આ પહેલા સોમવારે ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women Hockey Team) ઓલિમ્પિક (Tokyo Olympics)માં ઈતિહાસ રચી દીધો છે. ટીમે પહેલીવાર સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મહિલા ટીમ માત્ર ત્રીજીવાર ઓલિમ્પિકમાં ઉતરી રહી છે. 2016 રિયો ઓલિમ્પિકમાં ભારત ની ટીમ 12મા સ્થાને રહી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *