સંસદ ચોમાસું સત્ર: સંસદનું ચોમાસુ સત્ર ચાલુ રહ્યું છે. ચોમાસુ સત્ર(Parliament Monsoon Session)નો ત્રીજો સપ્તાહ સોમવારથી શરૂ થયો છે. અગાઉ બંને સપ્તાહમાં વિપક્ષ (Opposition)ના હંગામાને કારણે ગૃહની કાર્યવાહી પ્રભાવિત થઈ હતી. ઘણા મુદ્દાઓ જેવા કે ખેડૂત કાયદાઓ, પેગાસસ સ્પાયવેર, કોવિડ -19 અને મોંઘવારી સહિત પર વિપક્ષ કેન્દ્ર પર હુમલો કરી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર આ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવાનું ટાળી રહ્યું છે.
આના લીધે સંસદના બંને ગૃહો સતત સ્થગિત કરવામાં આવી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વિપક્ષી સાંસદો અને અન્ય અગ્રણી નેતાઓને મંગળવારે સવારે નાસ્તા માટે આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધી સાથે વિપક્ષી દળોના નેતાઓની આ બેઠક દિલ્હીની બંધારણીય ક્લબમાં આયોજિત કરવામાં આવી રહી છે.
વિપક્ષી એકતા મજબુત કરવા માટે રાહુલ ગાંધીએ લોકસભા અને રાજ્યસભાના 100 કરતા વધારે સાંસદોને નાસ્તા પર બોલાવ્યા છે. દિલ્હી કન્સ્ટીટ્યૂશનલ ક્લબમાં 17 પાર્ટીનાં 150 નેતા ઉપસ્થિત રહ્યા છે કે જેની સાથે રાહુલ ગાંધીની બેઠક યથાવત છે. બ્રેકફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષી ફ્લોર લીડર્સની બેઠક થશે કે જેથી કરીને મોનસૂન સત્રનાં બાકી બચેલા દિવસો માટે નો એક્શન પ્લાન નક્કી કરાશે