ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ચલણ એવું ઇ-રૂપી લોન્ચ કરતા જણાવ્યું હતું કે સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાંધણ ગેસ સબસિડી, રાશનના નાણા અને અન્ય સામાજિક કલ્યાણની યોજનાઓનું લાભાર્થીઓને સીધા ટ્રાન્સફર કરીને 1.78 લાખ કરોડ બચાવ્યા હતા.
આમ મોદી સરકારે ડીબીટી દ્વારા આટલી જંગી રકમ બચાવી હતી. વડાપ્રધાને આજે ઇ-રૂપીનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરતા આ વાત જણાવી હતી. ઇ-રૂપી એ એક વાઉચર આધારિત પેમેન્ટ સોલ્યુશન્સ છે. ઇ-રૂપી દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકાય છે. મુંબઈમાં એક મહિલાએ ખાનગી હોસ્પિટલમાં ઇ-રૂપી દ્વારા રસી માટે ચૂકવણી કરી હતી. આ રીતે તે આ સોલ્યુશનની પહેલી યુઝર બની. આ મહત્ત્વના ડિજિટલ કાર્યક્રમમાં દેશના જુદા-જુદા રાજ્યોના રાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ, રિઝર્વ બેન્કના ગવર્નર અને અન્ય પ્રતિષ્ઠિતોએ હિસ્સો લીધો.
વધુ માં મોદીએ જણાવ્યું હતું કે કોઈ કેવી રીતે આનો યુઝ કરી શકે; ફક્ત સરકાર જ નહીં સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈની સારવારમાં કે કોઈના અભ્યાસ માટે અથવા બીજા માટે કામ કરવા કોઈ મદદ કરવા ઇચ્છે છે તો તે રોકડના બદલે ઇ-રૂપી આપી શકશે. તેનાથી તે સુનિશ્ચિત થશે કે તેના દ્વારા આપવામાં આવેલા નાણા તે જ કામમાં લાગશે જેના માટે તેણે નાણા આપ્યા છે.
ડિજિટલ પેમેન્ટ માટે ઇ-રૂપી કેશલેસ અને કોન્ટેક્ટલેસ ઇન્સ્ટ્રૂમેન્ટ છે. તે ક્યુઆર કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ પર આધારિત ઇ-વાઉચર છે. તેને લાભાર્થીઓના મોબાઇલ પર ડિલિવર કરી શકાય છે.આ વનટાઇમ પેમેન્ટ સિસ્ટમને યુઝર કોઈપણ કાર્ડ વગર, ડિજિટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ વાઉચરને સર્વિસ પ્રોવાઇડરની જોડે રીડિમ કરી શકશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI-એનપીસીઆઇ)એ પોતાના યુપીઆઇ પ્લેટફોર્મ પર તેને વિકસાવ્યું છે