ભારત ના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન દ્વારા આજે ધો.10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જે ના મુજબ આ વર્ષે કુલ 99.04 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આજે પરિણામ જાહેર થતા દેશભરના લાખો ધોરણ ૧૦ ના વિદ્યાર્થી ઓની આતુરાઈ નો અંત આવ્યો હતો. ધો.10ના વિદ્યાર્થીઓ cbseruslts.nic.in પર જઈને પોતાનુ પરિણામ ચેક કરી શકે છે. બોર્ડ દ્વારા લિન્ક એક્ટિવ કરી દેવામાં આવી છે.
ચાલુ વર્ષ ના સીબીએસઈના પરિણામમાં ઈન્ટરનલના 20 માર્ક અને સ્કૂલ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓના 80 માર્કના આધારે તૈયાર કરવામાં આવ્યુ છે. કોરોના સંકટના કારણે આ વર્ષે બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી નહી હોવાથી સ્કૂલને ઉપરોક્ત ફોર્મ્યુલા પ્રમાણે પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જાણીતું છે કે આ પહેલા શનિવારે બોર્ડ દ્વારા ધો.12નુ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ.