રેકોર્ડ બ્રેક: નિફ્ટી 16,000 અને સેન્સેક્સ 53,450ને પાર!

ભારતીય શેરબજારે(mubai)એ  આજે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વખત નિફ્ટી 16,000 અને સેન્સેક્સ 53,450ને પાર પહોંચ્યા છે. બપોરે પોણા ૨ વાગ્યા ની આસપાસ સેન્સેક્સ 572 અંક વધીને  53523 પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 155 અંક વધી 16041 પર વેપાર કરી રહ્યો છે.

 

સેન્સેક્સ પર ટાઈટન કંપની, સન ફાર્મા, HDFC, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાઈટન કંપની 3.94 ટકા વધી 1839.95 પર વેપાર કરી રહ્યો છે. સન ફાર્મા 3.17 ટકા વધી 799.00 પર વેપાર કરી રહ્યો છે. જોકે બજાજ ઓટો, ટાટા સ્ટીલ, NTPC, ICICI બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાજ ઓટો 0.77 ટકા ઘટી 3811.00 પર વેપાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 0.42 ટકા ઘટી 1404.00 પર વેપાર કરી રહ્યો છે.

 

 

BSE પર 3236 શેરમાં વેપાર થઈ રહ્યો છે. એમાંથી 1787 શેરમાં વધારો અને 1333 શેરમાં ઘટાડો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 239.03 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 66 પોઈન્ટ ઘટી 52586 અને નિફ્ટી 15 અંક ઘટી 15763 પર બંધ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *