હની સિંઘની પત્ની એ તેના પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ

ભારતના ફેમસ રેપર અને સિંગર એવા ‘યો યો હની સિંહ’ (Yo Yo Honey Singh) વિરુદ્ધ તેની પત્ની શાલિની તલવાર એ(Shalini Talwar) ઘરેલુ હિંસાનો મામલો નોંધાવ્યો છે. હની સિંહની પત્નીએ આ કેસ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં નોંધાવ્યો છે. હની સિંઘનો 28 ઑગસ્ટ સુધી જવાબ આપવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. હની સિંઘનું નામ ફરીથી વિવાદોમાં ઉછળતા મીડિયા અહેવાલો સામે આવી રહ્યા છે. અગાઉ પણ પોતાના વ્યસનોના કારણે ચર્ચામાં ઘેરાયેલા આ સિંગરને લાંબા સમય સુધી વચ્ચેના સમયમાં સન્યાસ લીધો હતો. અહેવાલો મુજબ હની સિંઘ વ્યસનમુક્તિ માટે કામ કરી રહ્યો હતો. જોકે, તેની અંગત જિંદગીના કારણે ફરી એકવાર વિવાદ માં સપડાયો છે.

જાણીતું  છે કે હની સિંઘ અને શાલિનીના લગ્ન વર્ષ 2011માં દિલ્હીમાં જ થયા હતા. તેની પત્ની દ્વારા નોંધાવવામાં આવેલા મામલામાં કહેવામાં આવ્યુ છે કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. ઉપરાંત માનસિક હેરાનગતિ પણ કરવામાં આવી છે. હની સિંહની પત્ની શાલિની દ્વારા કોર્ટમાં સંદીપ કૌર, અપૂર્વ પાંડે અને જીજી કશ્યપ રજૂ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *