Ambraneએ લોન્ચ કરી લોંગ લાસ્તીંગ બેટરીવાળી પાવર બેંક, જાણો વિગત સવિસ્તાર

ભારત  દેશની સૌથી મોટી મોબાઇલ એસેસરીઝ બ્રાન્ડ એટલે કે Ambrane એ  તેની નવી 27000mAh બેટરીવાળી પાવર બેંક માર્કેટ માં લોન્ચ કરી છે. Ambrane ની આ પાવર બેંકને Stylo કેટેગરીમાં લાવવામાં આવી છે. કંપનીએ આ શ્રેણી ભારતમાં બનાવી છે અને તેમાં ટાઇપ સી ઇનપુટ આપવામાં આવ્યું છે. તેમાં Stylo Pro 27K, Stylo 20K અને Stylo 10K સહિત ત્રણ ટાઇપનો સમાવેશ થાય છે. જેની કિંમત અનુક્રમે 1999, 1499 અને 899 રૂપિયા છે. ત્રણેય ક્વિક ચાર્જ 3.0 સુપિરિયર પાવર ડિલિવરી (ફાસ્ટ ચાર્જિંગ) થી સજ્જ છે. તમામ પાવર બેન્ક કંપનીની વેબસાઇટ, એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. તમામ પાવર બેન્કો સાથે 180 દિવસની વોરંટી ઉપલબ્ધ છે.

Ambrane નો સ્ટાઇલો પ્રો પાવરબેંક 27000mAh કેપેસીટી ની બેટરી સાથે આવે છે. આ સાથે, 20W ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટેડ છે. તેમાં બે યુએસબી, માઇક્રો ઇનપુટ અને ટાઇપ સી પોર્ટ છે. Stylo Pro લીલા અને વાદળી રંગમાં ઉપલબ્ધ છે. જ્યારે Stylo 20K માં 20000mAh ની બેટરી આપવામાં આવી છે અને Stylo 10K માં 10000mAh ની બેટરી આપવામાં આવી છે. સ્ટાઇલો 20K ક્વિક ચાર્જ 3.0 સાથે 18W ફાસ્ટ ચાર્જિંગ આપે છે. તેમાં બે યુએસબી અને એક ટાઇપ સી પોર્ટ પણ છે. Stylo 20k લીલા અને વાદળી રંગમાં ખરીદી શકાય છે.

Ambrane કંપનીનો દાવો છે કે આ પાવર બેંકથી નવો આઇફોન અથવા એન્ડ્રોઇડ ફોન માત્ર 30 મિનિટમાં 50 ટકા જેટલો ચાર્જ થઇ શકે છે. આ સિવાય, તમે તેની સ્ટાઇલો 10 કે પાવરબેંક સાથે એક સાથે બે સ્માર્ટફોન પણ ચાર્જ કરી શકો છો. આ સાથે, 20W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ છે. સ્ટાઇલો 10 એ સફેદ અને કાળા રંગમાં ખરીદી શકાય છે. ખાસ વાત એ છે કે આ તમામ પાવર બેંકો બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત છે. એટલે કે મેક ઇન ઇન્ડિયા ના કોન્સેપ્ટ અંદર આ પાવર બેંક બનાવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *