ઉલ્લુ (Ullu Tv) ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ ના CEO વિભુ અગ્રવાલ (Vibhu Agarwal) મુશ્કેલીમાં ઘેરાતા હોય એવું લાગી રહ્યું છે. હકીકતમાં, મુંબઈ પોલીસે (Mumbai Police) તાજેતરમાં વિભુ અગ્રવાલ સામે કેસ નોંધ્યો છે. આ નિર્માતા પર એક મહિલા દ્વારા જાતીય શોષણનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આઈપીસીની કલમ 354(IPC 354) હેઠળ કેસ નોંધ્યો છે.
વિભુ અગ્રવાલની પ્રોડક્શન કંપનીનું નામ ઉલ્લુ (Ullu Tv) ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ છે. એડલ્ટ કન્ટેન્ટ બનવા માટે આ કંપની ખૂબ પ્રખ્યાત થઇ ચૂકી છે. આવી સ્થિતિમાં એક મહિલાએ વિભુ અગ્રવાલ અને તેની કંપનીના કન્ટ્રી હેડ અંજલી રૈના સામે જાતીય શોષણનો આરોપ લગાવતા કેસ દાખલ કરાવ્યો છે. અહેવાલ અનુસાર, આ કેસમાં વિભુ અગ્રવાલની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે, ધરપકડ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. તેથી અમે આના પર કોઈપણ પ્રકારની પુષ્ટિ કરી રહ્યા નથી. પરંતુ મુંબઈ પોલીસે ગંભીર કલમ હેઠળ કેસ નોંધ્યો છે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે આનાથી વિભૂની મુશ્કેલીઓ પણ ઘણી વધી જશે.
ઉપરાંત અન્ય એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસે આ સમગ્ર કેસ પર કહ્યું છે કે આઈપીસીની કલમ 354 હેઠળ ઉલ્લુ ડિજિટલ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ વિભુ અગ્રવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર એક મહિલાનું જાતીય શોષણ કર્યાના આરોપ છે. વિભુ અગ્રવાલની સાથે મહિલાએ તેની કંપનીની કન્ટ્રી હેડ અંજલી રૈના સામે પણ ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસે ગંભીર કલમ હેઠળ કેસ નોંધ્યો છે