ટોક્યો ઓલમ્પિક: ભારતના રેસલર બજરંગ પુનિયા પહોંચ્યા સેમીફાઈનલમાં

ટોક્યો:ભારત ના રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. તેમણે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં અરનાજર અકમાતાલિવને પછાડ્યો છે. ત્યાર બાદ ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં તેમણે ઈરાનના પહેલવાનને પાછળ ધકેલ્યો હતો અને આ જીત સાથે જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે અને તેઓ મેડલથી માત્ર એક જીત દૂર છે.

જાણીતું છે કે ટોક્યો ઓલમ્પિક નો આજે 15મો દિવસ છે. ભારત માટે આ દિવસ ખૂબ મહત્વનો સાબિત થવાનો છે. સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ આજે પોતાના અભિયાનની શરૂઆત કરી છે અને તેઓ મેડલના દાવેદાર છે. તેઓ 65 કિગ્રા ભાર વર્ગમાં ભારતનો પડકાર દર્શાવી રહ્યા છે. તેના પહેલા મહિલા રેસલર સીમા બિસ્લા પ્રી-ક્વાર્ટર મુકાબલો હારી ગઈ હતી.

સ્ટાર રેસલર પુરૂષોની ફ્રી સ્ટાઈલ 65 કિગ્રામાં કિર્ગિસ્તાનના પહેલવાન અરનાજર અકમાતાલિવને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે તેમને મુકાબલો ઈરાનના પહેલવાન ઘિયાસી ચેકા મુર્તજા સામે થશે. બજરંગ પુનિયાએ પહેલા દોરમાં શાનદાર શરૂઆત કરી છે.  દેશને બજરંગ મેડલ મેળવશે તેવી ખુબ જ જીવંત આશા છે. 2019માં બજરંગે વિશ્વ ચેમ્પિયનશીપની 65 કિગ્રા ફ્રીસ્ટાઈલ સ્પર્ધામાં બીજી વખત સિલ્વર મેડલ જીત્યો હતો અને ટોક્યો ઓલમ્પિક માટે પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *