ભારત: ઇન્ડિયા સ્પોર્ટ્સ કોટા હેઠળ પંજાબ પોસ્ટલ સર્કલમાં પોસ્ટલ આસિસ્ટન્ટ(PA), સોર્ટિંગ આસિસ્ટન્ટ(SA), મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ(MTS) સહીત વિવિધ પદો પર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. આ પદો પર ભરતી માટે યોગ્ય ઉમેદવાર 18 ઓગસ્ટ સુધી ઓફલાઈન માધ્યમથી આવેદન કરી શકે છે. ઉમેદવારો પોતાની ભરેલી એપ્લિકેશન ફોર્મ સ્પીડ પોસ્ટ/પંજીકૃત પોસ્ટના માધ્યમથી નોટિફિકેશનમાં જણાવેલ એડ્રેસ પર મોકલવાનું રહેશે. નોટિફિકેશન અધિકારીક અને બીજી અન્ય જાણકારી વેબસાઈટ indiapost.gov.in પર જારી કરવામાં આવશે.
- ટપાલ સહાયક – 45 પોસ્ટ્સ
- સોર્ટિંગ આસિસ્ટન્ટ- 09 પોસ્ટ્સ
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ – 03 પોસ્ટ્સ
- કુલ 57 પોસ્ટ્સ
આ ભરતી અભિયાન દ્વારા કુલ 57 ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની છે. પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ પોસ્ટ્સ માટે ઉમેદવારોની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે મલ્ટી ટાસ્કિંગ પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારે ભારતની કોઈપણ કોમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ ઓફિસમાં CPMG PUNJAB CIRCLEના નામે રૂ .100 ની અરજી ફીનું ઈ-પેમેન્ટ કરવાનું રહેશે. પસંદ કરેલા ઉમેદવારોને 18,000/- થી 56,000/- સુધીના પગાર પર રાખવામાં આવશે. વધુ સુચના અને નિયમો માટે ઇન્ડિયા પોસ્ટ ની વેબસાઈટ પર નોટીફીકેશન વાંચો