કેન્દ્ર ની રાજ્ય સરકારો ને ખાસ વિનંતી: આવનાર સ્વાતંત્ર્ય દિને પ્લાસ્ટિકથી બનેલા ધ્વજનો ઉપયોગ ટાળો

ભારત ના આવનાર સ્વતંત્રતા દિવસ પહેલા કેન્દ્રએ પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ(National Flag)ના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર (Center)એ રાજ્યોને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ(Plastic Indian Flag)નો ઉપયોગ ન જ કરે કારણ કે પ્લાસ્ટિક થી બનેલા તિરંગાનો યોગ્ય નિકાલ કરવાની એક ગંભીર અને વ્યવહારિક સમસ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ, આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તેનું હંમેશા સન્માન થવું જોઈએ. અને એનું માન જાળવવું અને જળવાઈ એ આપણી નાગરીકો ની પરમ પવિત્ર ફરજ છે.

આ ઉપરાંત પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રધ્વજ માટે દરેકના મનમાં સ્નેહ, આદર અને વફાદારી છે છતાં રાષ્ટ્રધ્વજના પ્રદર્શનને લાગુ પડતા કાયદાઓ અને સંમેલનો અંગે લોકો તેમજ સરકારની સંસ્થાઓ, એજન્સીઓમાં જાગૃતિનો સ્પષ્ટ અભાવ છે. પ્લાસ્ટિકના ધ્વજોના યોગ્ય નિકાલમાં સમસ્યા ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે એવું જોવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમત કાર્યક્રમોના પ્રસંગોએ પ્લાસ્ટિકના બનેલા રાષ્ટ્રીય ધ્વજને પ્લાસ્ટિકના બનેલા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ પણ થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકાર ના પરિપત્રમાં એમ પણ  કહેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકના ધ્વજ કાગળના ધ્વજની જેમ બાયોડિગ્રેડેબલ નથી અને ધ્વજની ગરિમાને અનુરૂપ પ્લાસ્ટિકના બનેલા રાષ્ટ્રીય ધ્વજનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરે છે, તે પણ એક વ્યવહારિક સમસ્યા છે. તેથી તે સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવે છે કે રાષ્ટ્રીય ધ્વજ સંહિતાની જોગવાઈઓ અનુસાર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમોમાં લોકો દ્વારા માત્ર કાગળથી બનેલા ધ્વજનો જ ઉપયોગ કરવામાં આવે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેને જમીન પર ના ફેંકવો જોઈએ. અને એનનો વિવેક જાળવી રાખવો જોઈએ.

વિશ્વ સમાચાર ની પણ તેમના વાચકમિત્રો ને ખાસ વિનંતી છે કે આપણે બધા પણ રાષ્ટ્ર ધ્વજ ની ગરિમા જળવાય અને સરકાર ની ઇચ્છા મુજબ કાગળ ના ધ્વજ નો ઉપયોગ કરીએ અને ખરા અર્થ માં દેશભક્ત  બની દેશ ની સેવા કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *