મલ્ટિપલ ઑર્ગન ફેલિયરના કારણે પોપ્યુલર ટીવી શો ‘મન કી આવાજ પ્રતિજ્ઞા’ માં “ઠાકુર સજ્જન સિંહ” નો રોલ પ્લે કરનારા એક્ટર અનુપમ શ્યામનું અવસાન થયું છે. થોડા સમય પહેલા પણ અનુપમ શ્યામ પોતાની કથળી રહેલી તબિયતના કારણે ચર્ચામાં આવ્યા હતા. તે સમયે બોલિવુડ અને મનોરંજન જગત સાથે સંકળાયેલા લોકોએ તેમની મદદ કરી હતી. પરંતુ આ વખતે તેઓ જિંદગી સામેનો જંગ હારી ગયા હતા. અનુપમ જી ની ઉમર 63 વર્ષ હતી.
જોકે, પહેલેથી જ અનેક બીમારીઓએ તેમને જકડી રાખ્યા હતા. મુંબઈની લાઈફ લાઈન હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી. અનેક ઑર્ગન ફેલ થવાના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. રાતે 8:00 વાગ્યા આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડાયરેક્ટર અર્જુન પંડિત અને એક્ટર મનોજ જોશીએ અનુપમ શ્યામના મૃત્યુને લઈ શોક વ્યક્ત કર્યો હતો.
અનુપમ શ્યામે દસ્તક, હજાર ચૌરાસી કી મા, દુશ્મન, સત્યા, દિલ સે, જખ્મ, સંઘર્ષ, લગાન, નાયક, શક્તિ, પાપ, જિજ્ઞાસા, રાજ, વેલડન અબ્બા, વોન્ટેડ, કજરારે અને મુન્ના માઈકલ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.