પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા જમા થશે

આજે સરકાર ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરવા જઈ રહી છે.આજે સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi scheme) ના રજિસ્ટર્ડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાનો 9 મો હપ્તો જમા કરશે. પીએમ કિસાન (PM Kisan)ના 9 મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. 2000 રૂપિયા (9th Installment) ના હપ્તાનો ઇંતેજાર આજે સમાપ્ત થવાનો છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી સરકારે ખેડૂતોને નાણાંના 8 હપ્તા અપાયા છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં નાણાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે.

જો કિસાન સન્માન નિધિનો 9 મો હપ્તો બેંક ખાતામાં ન પહોંચે તો પીએમ કિસાન સન્માનના હેલ્પલાઈન નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. આ માટે, કેન્દ્ર સરકારે 011-24300606 / 011-23381092 હેલ્પલાઇન નંબર જારી કર્યો છે. આ સિવાય સોમવારથી શુક્રવાર સુધી પીએમ-કિશન હેલ્પ ડેસ્ક પણ ઈ-મેલ pmkisan-ict@gov.in પર ફરિયાદ કરી શકે છે.

આ યાદીમાં તમારું નામ છે કે નઈ તે નીચે આપેલી રીત મુજબ ચેક કરો:

1. google  પર જઈ સૌ પ્રથમ તો પીએમ કિસાન યોજનાની  વેબસાઇટ https://pmkisan.gov.in દાખલ કરો.
2. જે પેજ ઓપન થશે તે હોમપેજ  પર તમને farmers corner નો  વિકલ્પ જોવા મળશે.
3. ત્યારબાદ  ફાર્મર્સ કોર્નર વિભાગમાં Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરો.
4. પછી ડ્રોપ ડાઉન સૂચિમાંથી તમારા રાજ્ય, જિલ્લા, પેટા-જિલ્લા, બ્લોક અને ગામની પસંદગી કરો.
5. હવે Get Report પર ક્લિક કરો અને બતાવામાં આવેલ લાભાર્થીઓની યાદી માં તમે તમારું નામ ચકાસી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *