નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના જીતનગર ખાતે આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. એ પ્રસંગે આ વાત નો ઉલ્લેખ CM શ્રી એ કર્યો હતો.
રાજ્યની વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે સીએમ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં રાજ્યમાં વહેલી ચૂંટણીની અટકળો પર સંપૂર્ણ પણે પૂર્ણવિરામ મૂકાયો છે. 2022ની ચૂંટણીને અંતર્ગત ઘણા પક્ષો અત્યારથીજ તૈયારીઓમાં પણ લાગી ગયા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હું નથી માનતો કે, વહેલી ચૂંટણી આવશે. રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા દેવા નથી. અમે લોકો તો સતત કામ કરનારા લોકો છીએ. ભાજપ કોઇ ચૂંટણીલક્ષી યોજના બનાવતી નથી. અમે તો 5 વર્ષમાં સતત લોકો વચ્ચે જનારા છીએ. કોંગ્રેસ ચૂંટણી વખતે જ લોકો વચ્ચે જાય છે