જંગલ ના રાજા એવા સિંહોના (Lion) સંવર્ધન માટે દર વર્ષે 10મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ (World lion Day) તરીકે ઉજવાય છે. આફ્રિકા અને એશિયાના (Asiatic lion) મર્યાદિત વિસ્તારમાં જ હવે સિંહો બચ્યા હોવાથી તેનું જતન અનિવાર્ય છે. ખાસ તો આફ્રિકાના સિંહો પર અનેક પ્રકારની આફતો છે. એ આફતો સામે સિંહો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી આ વર્ષથી ૧૦મી ઓગસ્ટને ‘વર્લ્ડ લાયન ડે’ તરીકે ઉજવવાનું ઠરાવ્યું છે. આફ્રિકાન લાયન એન્ડ એન્વાયર્નમેન્ટલ રિસર્સ ટ્રસ્ટ નામના સંગઠને આ ઉજવણી નક્કી કરી છે.
વિશ્વ સિંહ દિવસ એ વાર્ષિક રીતે ૧૦ ઓગસ્ટે ઉજવાય છે. આ દિવસ જંગલના રાજાની ઉજવણી કરવાની અને તેની સુખાકારી અને સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાની તક છે. આ દિવસે તમે સિંહોને શિકાર, રહેઠાણનો વિનાશ, માનવ-સિંહ સંઘર્ષ જેવા જોખમો વિશે ચિંતા અને જાગૃતિ લાવાના પ્રયત્ન કરી શકો છો.
1800ની સાલ આસપાસ દુનિયામાં એશિયાઈ, આફ્રિકન અને બીજા મળીને કુલ બારેક લાખ સિંહો હતાં. બેફામ થતાં શિકાર અને ઘટતાં જંગલોને કારણે સિંહોની સંખ્યા ઘટતી ગઈ. સિંહોની કેટલીક પ્રજાતિઓ તો પુરેપુરી પણ નાશ પામી અને છેવટે આફ્રિકન અને એશિયાઈ એમ બે જ જાતના સિંહો બાકી રહ્યાં.
19મી સદીના મધ્યભાગ સુધીમાં આફ્રિકન સિંહો આફ્રિકા ખંડ પુરતાં મર્યાદિત થયા તો વળી એશિયામાં સિંહોનું રહેણાંક સંકોચાતા સંકોચાતા ગુજરાત ના ગીર પુરતું સિમિત થઈ ગયું.