મોદી સરકાર આપશે ફ્રીમાં મળશે LPG કનેક્શન ઉપરાંત કરાશે 1,600 રૂપિયાની મદદ

આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)આજે બપોરે 12.30 વાગ્યાથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી ફ્રી એલપીજી ગેસ કનેક્શનની યોજના ઉજ્જવલા 2.0ની શરૂઆત કરાવશે. આર્થિક રીતે નબળા વર્ગના ગરીબ લોકો માટે આ રસોઈ ગેસ આપવાની આ યોજનાની શરૂઆત કરાવશે. આ યોજના અતંર્ગત મહિલાઓને ફ્રી એલપીજી કનેક્શન આપવામાં આવે છે. વર્ષ 2016માં જ્યારે ઉજ્જવલા યોજના 1.0 લોન્ચ કરવામાં આવી હતી ત્યારે ગરીબી રેખા નીચે આવતી 5 કરોડ મહિલાઓને એલપીજી કનેક્શન મફતમાં આપવાનો નિર્ધાર કરવામં આવ્યો હતો. સરકાર પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના માધ્યમથી આ યોજનામાં રસોઈ ગેસના કનેક્શન સાથે આ વખતે ફ્રી બોટલ પણ આપી રહી છે.

સરકાર ઉજ્જવલા યોજના 2.0 અંતર્ગત લાભાર્થીઓને એલપીજી કનેક્શન સાથે સાથે પ્રથમ રિફિલ એક હૉટપ્લેટ નિશુલ્ક આપશે. આ ઉપરાંત રજિસ્ટ્રેશન માટે ઓછામાં ઓછા કાગળની જરૂર પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર બીપીએલ પરિવારનો મફત કનેક્શન માટે રૂપિયા 1,600ની મદદ આપે છે. જોકે, લાભાર્થીઓને પોતાની જાતે ગેસનો ચુલો ખરીદવો પડશે. લાભાર્થીઓને આ વખતે 14.2 કિલોનો એક ગેસનો બોટલ આપવામાં આવશે જેની કિંમત આશરે રૂપિયા 3,200 જેટલી હોય છે. આના માટે 1,600 રૂપિયા સબ્સિડી મળે છે અને 1,600 રૂપિયા એડવાન્સ મળશે.

ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ સિલિન્ડર કનેક્શન મેળવવા માટે મહિલાઓની ઉંમર 18 વર્ષથી વધુ હોવી અનિવાર્ય છે જ્યારે આ સાથે જ તેમની પાસે બેન્કમાં એકાઉન્ટ હોવું પણ અનિવાર્ય છે. હવે તમારે આ ફોર્મ તમારી નજીકની એલપીજી એજન્સીને સબમિટ કરવાનું રહેશે. આ સાથે, તમારે આધાર કાર્ડ, સ્થાનિક સરનામાંનો પુરાવો, બીપીએલ રેશન કાર્ડ અને ફોટો વગેરે જેવા દસ્તાવેજો આપવાના રહેશે. દસ્તાવેજ ચકાસ્યા પછી, તમને એલપીજી ગેસ કનેક્શન મળશે.

આ યોજનાનો લાભ શહેરોમાં રહેતા ગરીબોને આપવામાં આવશે. આ સાથે જ, જે લોકો દેશના વિવિધ ભાગોમાં નોકરીના કારણે સ્થાનો બદલે છે તેમને પણ આ યોજનાનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (FM nirmala sitharaman)) આ યોજના હેઠળ 1 કરોડ ગેસ કનેક્શન આપવાની જાહેરાત બજેટમાં કરી ચુક્યા છે. ત્યારે પ્રથમ ચરણ બાદ સરકાર આ યોજનાનો વિસ્તાર કરવા માટે જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *