ઉલ્લેખનીય છે કે સંસદનુ ચોમાસુ સત્ર ચાલુ થઈ ગયું છે અને સોમવારે રાજ્યસભામાં એક સમય એવો આવ્યો જ્યારે વિપક્ષે બિલને પસંદગી સમિતિની પાસે મોકલવાની માગ કરી. વિપક્ષની આ માગ પર વોટિંગ કરવામાં આવ્યુ. આ વોટિંગ દરમિયાન કેટલાક ભાજપ સાંસદ હાજર નહોતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવા સદસ્યોનુ લિસ્ટ માગ્યુ છે. મંગળવારે સદનની કાર્યવાહી શરૂ થયા પહેલા ભાજપ સંસદીય દળની બેઠક થઈ. આ બેઠકમાં પીએમ મોદી પણ હાજર હતા. પીએમ મોદીએ બેઠકમાં આ ભાજપ સાંસદની યાદી માગી જે રાજ્યસભામાં ઉપસ્થિત નહોતા.
જોકે, સોમવારે રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ 2021 રજૂ કર્યુ હતુ. વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યુ હતુ. આ બિલને પસંદગી સમિતિની પાસે મોકલવાની માગ કરી રહ્યુ હતુ. વિપક્ષની માગ પર રાજ્યસભામાં વોટિંગ કરાયુ. બિલ પસંદગી સમિતિની પાસે મોકલવાના પક્ષમાં 44 મત પડ્યા જ્યારે આના વિરોધમાં 79 મત પડ્યા. આ રીતે વિપક્ષની માગ રદ થઈ ગઈ અને આ બિલ થોડી વાર બાદ પસાર થઈ ગયુ પરંતુ આ વોટિંગ દરમિયાન ભાજપના કેટલાક સાંસદ હાજર રહ્યા નહીં. એવા સાંસદોની જ પીએમ મોદીએ યાદી માગી છે.
સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ એ પણ કહ્યુ કે પોતાના વિસ્તારમાં સ્પોર્ટસને પ્રોત્સાહન આપો. પીએમ મોદીએ સંસદીય દળની બેઠકમાં ઓલમ્પિયન ના સન્માનમાં ઉભા થઈને અભિવાદન કરવા માટે પણ જણાવ્યું હતું.