5 સપ્ટેમ્બરે શિક્ષક દિન ના PM MODI ગુજરાત આવીને કરશે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ

પી.એમ. નરેન્દ્ર મોદી 5 સપ્ટેમ્બરે ગુજરાત આવવાના છે. ૫ સપ્ટેમ્બરે શિક્ષકદિન હોઈ આ પ્રોજેક્ટ ત્યારે લોન્ચ કરાઈ રહ્યો છે.

PM MODI ગાંધીનગરના મહાત્મા મંદિરમાં શિક્ષક દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદીના હસ્તે 8 હજાર કરોડ રૂપિયાનો સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ લોન્ચ કરાશે..

આ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ધોરણ-1થી ધોરણ-8ની 15 હજાર પ્રાથમિક શાળા, 4 હજાર ગ્રાન્ટ ઈન માધ્યમિક શાળાને આવરી લેવાશે. PM નરેન્દ્ર મોદી રાજ્યના દરેક તાલુકા દીઠ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરવાળી 250 શાળાનું લોકાર્પણ પણ કરશે.

ઉપરાંત, આ સરકારી શાળા પર દેખરેખ રાખવા તૈયાર થયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું પણ વડાપ્રધાન લોન્ચિંગ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *