RBI:1 ઓક્ટોબરથી ATMની અંદર કેશ નહીં હોય તો એ બેંક ને લાગશે પેનલ્ટી

રોજ બરોજ ની વાત છે કે આપણે ઘણી વાર કોઈ બેંકના એટીએમ માંથી પૈસા  ઉપાડવા ગયા હોય અને ત્યાંથી ખાલી હાથે પાછુ આવવું પડે. પરંતુ પહેલી ઑક્ટોબરથી આવું નહીં થાય! એટલે કે પહેલી ઓક્ટોબરથી હવે તમે એટીએમ ખાતેથી ખાલી હાથે પાછા નહીં ફરો. તાજેતરમાં  RBI (Reserve bank of India)એ નિર્ણય કર્યો છે કે જો કોઈ બેંકના એટીએમમાં રોકડ (ATM with no cash) નહીં હોય તો તે બેંકને પેનલ્ટી લગાડશે. આ નિયમ પ્રમાણે એક મહિનાની અંદર 10 કલાકથી વધારે સમય સુધી જો એટીએમમાં રોકડ નહીં હોય તો આરીબીઆઈ જે તે બેંકને પેનલ્ટી લગાડશે.

ભારતીની  RBIએ એક પરિપત્ર જાહેર કરતા કહ્યુ છે કે, “ATMમાં કેસ ન હોવા પર પેનલ્ટી લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેનાથી એટીએમમાં જરૂરી રકમ રહે.”ઉલ્લેખનીય છે કે RBI પાસે અધિકાર છે કે તે બેંકોનો સૂચના આપી શકે. RBIએ કહ્યું છે કે, “એક સમીક્ષા દરમિયાન માલુમ પડ્યું છે કે ATMમાં રોકડ ન હોવાથી એટીએમનું કામ પ્રભાવિત થાય છે. આ કારણે લોકોએ પરેશાની ભોગવવી પડી રહી છે. આથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બેંકોએ હવે આ વાતનું ધ્યાન રાખવું પડશે.”

આરબીઆઈએ એવું પણ કહ્યું કે, કોઈ બેંક આ નિયમનું પાલન નહીં કરે તે તેના પર પેનલ્ટી લગાવવામાં આવી શકે છે. આ નિયમ પહેલી ઓક્ટોબર, 2021થી લાગૂ થશે.આરબીઆઈએ કહ્યુ કે, જો કોઈ બેંકના ATMની અંદર મહિનામાં 10 કલાકથી વધારે સમય સુધી રોકડ નહીં હોય તો તે એટીએમ પર 10 હજાર રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવશે. જો કોઈ વ્હાઇટ લેબલ એટીએમ હશે તો તેની બેંક પર પેનલ્ટી લાગશે. વ્હાઇટ લેબલ એટીએમનો મતલબ છે કે તે એટીએમનું સંચાલન બેંક નહીં પણ બીજું કોઈ કરી રહ્યું છે.

ICICI બેંકે બદલ્યા નિયમ

પહેલી ઓગસ્ટથી દેશની ખાનગી બેંક ICICIએ એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમમમાં ફેરફાર કર્યો છે. જે પ્રમાણે દેશના છ મેટ્રોમાં સામાન્ય બચત ખાતું ધરાવતા ગ્રાહકોને ત્રણ ટ્રાન્ઝેક્શન (ફાયનાન્સિયલ અને નોન ફાઈનાન્સિયલ સહિત) ફ્રી મળશે. મેટ્રો સિવાયના શહેરોમાં પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે. નિયમ મર્યાદા કરતા વધુના વ્યવહાર માટે પ્રત્યેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. 20 ચાર્જ લાગશે, જ્યારે નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. 8 ચાર્જ વસૂલ કરાશે.

1 ઓગસ્ટથી ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર થયો છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ ATM ટ્રાન્ઝેક્શન પરના ચાર્જમાં વધારો કર્યો છે. RBIએ ઈન્ટરચેન્જ ફીસ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ રૂ. 15થી વધારીને રૂ. 17 કરી દીધો છે. નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ રૂ. 5થી વધારીને રૂ. 6 કરી દેવામાં આવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *