CBSE- સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ ગઈકાલે મંગળવારે ધોરણ 10 અને વર્ગ 12 ની કંપાર્ટમેન્ટ અને વૈકલ્પિક પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે.તમામ પરીક્ષા 25 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. પર્સનલ વિદ્યાર્થીઓના સંદર્ભમાં, તેમના સુધાર/કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓ ડેટશીટ સીબીએસઇની ઓફિશિયલ સાઇટ cbse.nic.in પર જોઇ શકે છે.
ચાલુ વર્ષે ધોરણ 10માં કંપાર્ટમેન્ટ અંતર્ગત આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષની તુલનામાં 88ટકાથી ઓછી છે. સીબીએસઇના આંકડા અનુસાર ધોરણ 10માં કુલ 17,636 વિદ્યાર્થીઓને કંપાર્ટમેન્ટ અંતર્ગત રાખવામાં આવ્યા હતા.ગયા વર્ષે 1.5 લાખથી વધારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને કંપાર્ટમેન્ટ અંતર્ગત રાખવામાં આવ્યા હતા. જ્યારે 2019માં આ આંકડો 1.38 લાખ હતો. વૈકલ્પિક પરીક્ષાઓનુ રિઝલ્ટ 30 સપ્ટેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર તમામ COVID પ્રોટોકોલ અને દિશાનિર્દેશોનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે.
(CBSE) સીબીએસઇ ધોરણ 10 અને ધોરણ 12ની ઑફલાઇન પરીક્ષા 2021માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 10 ઑગષ્ટ 2021થી શરુ થઇ રહી છે. જો કે સીબીએસઇએ ભારતના સર્વોચ્ચ ન્યાયલયને પરીક્ષાની તારીખોની સૂચના પહેલા જ આપી દીધી હતી. પરીક્ષાઓ માત્ર 19 મુખ્ય વિષયો માટે આયોજિત કરવામાં આવશે અને તેના આધાર પર પરિણામ તૈયાર કરવામાં આવશે. જાહેર કરેલા પરિણામના આધાર પર ઇમ્પ્રુવમેન્ટ અથવા કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં બેસનારા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવુ પડશે.
મહત્વપૂર્ણ છે કે હાલમાં જ સીબીએસઇએ ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામની જાહેરાત કરી હતી. જેમાં 99.37ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. આપને જણાવી દઇએ કે 12 બોર્ડ પરીક્ષા માટે કુલ 14,30,188 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યુ હતુ. જેમાં 12,96,318 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પરિણામમાં વિધાર્થીઓ કરતા વધારે વિદ્યાર્થીનીઓ વધારે પાસ થઇ છે. સીબીએસઇ 12માં બોર્ડમાં 99.67 ટકા છોકરીઓ પાસ થઇ છે જ્યારે છોકરાઓની પાસ ટકાવારી 99.13 છે.