વેક્સિનની મિક્સિંગ પર મોટો નિર્ણય: કોવેક્સિન, કોવિશીલ્ડ ની મિક્સિંગ પર રીસર્ચ કરવાની DCGની છૂટ

વૈશ્વિક મહામારી કોરોના ની લડાઈ માં વધુ એક કદમ આગળ વધારતા કેન્દ્ર સરકારે બે વેક્સિનની મિક્સિંગ પર મોટો નિર્ણય લીધો છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયાએ કોવેક્સિન અને કોવિશીલ્ડ વેક્સિનની મિક્સિંગ પર સ્ટડી માટે પોતાની મંજૂરી આપી દીધી છે. આ સ્ટડી અને ક્લીનિકલ ટ્રાયલ કરવાની જવાબદારી વેલ્લોરના ક્રિશ્ચિયન મેડિકલ કોલેજને મળી છે.

કેન્દ્રીય દવા નિયમનકારની વિષય નિષ્ણાત સમિતિએ 29 જુલાઈએ સ્ટડી કરાવવા માટે સલાહ આપી હતી. બેઠક દરમિયાન એક્સપર્ટ કમિટીએ સીએમસી, વેલ્લોરમાં ચોથા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલને મંજૂરી આપવાની સલાહ આપી હતી. આ ટ્રાયલમાં 300 સ્વસ્થ વૉલન્ટીયર્સ પર કોવિડ-19ની કોવેક્સિન અને કોવિશીલ્ડ વેક્સિનની મિક્સિંગના પ્રભાવ તપાસવામાં આવશે.

આ સ્ટડીની પાછળ નો  હેતુ એ છે કે શુ ફુલ વેક્સિનેશન કોર્સ પૂરો કરવા માટે કોઈ વ્યક્તિને એક ડોઝ કોવેક્સિન અને બીજો ડોઝ કોવિશીલ્ડનો આપી શકાય છે. આ પ્રસ્તાવિત સ્ટડી તાજેતરમાં જ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલી સ્ટડીથી અલગ છે. પોતાની સ્ટડીના આધારે આઈસીએમઆરે કહ્યુ હતુ કે કોવેક્સિન અને કોવિશીલ્ડને મેળવીને આપવામાં આવેલા ડોઝના પરિણામ શ્રેષ્ઠ જોવા મળ્યા છે.

કોરોના કેસમાં ફરીથી એક વાર વધી રહેલા દર્દી ઓ થી સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેટલાક દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કારણે સંક્રમણની રફ્તાર વધી છે. સમગ્ર દુનિયાને કોરોના મહામારીની આગમાં ધકેલનારૂ ચીન પણ મુશ્કેલીમાં ઘેરાયેલુ છે. ઈન્ફેક્શન રોકવામાં નાકામ અધિકારીઓને શોધી-શોધીને સજા આપવામાં આવી રહી છે. અત્યાર સુધી લગભગ 30 અધિકારીઓ પર ચીને કાર્યવાહી કરી છે. ચીનમાં ખરાબ થતી પરિસ્થિતિથી ભારત સહિત બીજા  દેશો પણ ટેન્શનમાં આવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *